________________
[ ૩૧૬ ]
શ્રી કપૂરવિજયજી
અને દીર્ઘાયુષ પ્રાપ્ત થયે છતે, તેમ જ શ્રદ્ધા, સદ્ગુરુયાગ અને શાસ્ત્રશ્રવણ આદિ સામગ્રી વિદ્યમાન હાય તે પણ સમક્તિરત્ન અતિ દુર્લભ છે. ( મેઘ્ધિદુલ ભ ભાવના )
૧૩. સેકડા ભવે એવું દુર્લભ સમ્યકત્વ પામ્યા છતાં મેાહથી, રાગથી, કુમતિથી, ક્રુસ’ગથી અને ગારવના વશથી ચારિત્ર પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે.
૧૪. ચારિત્રરત્ન પામ્યા છતાં ઇંદ્રિય, કષાય, ગૈારવ અને પરીષહરૂપ શત્રુથી વિહ્વળ થયેલા જીવને વૈરાગ્યમાર્ગમાં વિજય મેળવવે! એ અત્યંત કઠીન છે.
૧૫. તેટલા માટે પરિષદ્ધ, ઇન્દ્રિય અને ગૈારવના તથા શત્રુગણુના નાયક એવા કષાય શત્રુઓને ક્ષમા, મૃદુતા, ઋજુતા અને સંતાષવડે વીર પુરુષાએ જય કરવા.
૧૬. કષાયના ઉદયના નિમિત્તો અને ઉપશાંતિના નિમિત્તે સમ્યગ્ રીતે વિચારીને ત્રિકરણશુદ્ધિથી તેમના અનુક્રમે ત્યાગ અને આદર કરવા.
“ દવિધ યતિધમ
૧૭. ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રતા, સંયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ રીતે દર્શાવધ યતિધ વિધિપૂર્વક સેવવા ચેાગ્ય છે.
""
૧૮. ધર્મનું મૂળ દયા છે. ક્ષમા રહિત માણસ દયાને સારી રીતે આદરી શકતા નથી તે માટે જે ક્ષમા આપવામાં તત્પર હાય છે તે ઉત્તમ ધમ સાધી શકે છે.