________________
લેખ સંગ્રહ : ૪ : .
[ ૩૧૯ ] પૂર્વક કામ કરવું જોઈએ કે આ જગતમાં મોજશોખ કરવાને જન્મેલા આળસુ માણસને મન તે તે ગાંડા જેવું જ લાગે.
૩. મહાનું ઉદ્દેશ ધારણ કરવાથી આપણું જીવન સાર્થક થાય છે.
૪. સીધા પિતાના લક્ષ્ય તરફ ધસી જતાં, વિનામાંથી પિતાને માર્ગ કાપી કાઢતા અને બીજાઓને હતાશ બનાવી દે એવાં વિદને જીતી લેતા એકાદ તરુણ પુરુષને જેવાથી આપણને કે આનંદ પ્રાપ્ત થાય છે ? " - પ. પ્રત્યેક માણસ બીજાઓ પાસેથી જે શિક્ષણ મેળવે છે તેના કરતાં ઘણું જ વધારે મહત્વનું શિક્ષણ તો પોતે પોતાની જાત પાસેથી (ને સ્વાવલંબનથી) મેળવી શકે છે. * ૬. માટે માણસ પોતાનામાં રહેલાં ગુણોની જ શોધ અને સદુપયોગ કરે છે. નાને માણસ બીજાઓની જ પાસે શોધ્યા કરે છે (બને વચ્ચેનો તફાવત આથી કે સરસ સમજી શકાય છે? પરાશ્રયી નહીં પણ સ્વાશ્રયી થવાથી જ મોટા થવાય છે.)
૭. સદ્દભાગ્યે એવા પણ વિરલ જન હાય છે કે જે પ્રમુખ થવા કરતાં પ્રમાણિક થવાનું વધારે પસંદ કરે છે. પ્રમાણિકતાની ખરી કિસ્મત જાણનાર સ્વાશ્રયી બની શકે છે. : ૮. જે સાથી વિશેષ સ્વાશ્રયી હોય છે તે જ સાથી વિશેષ બળવાન છે.