________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૩૧૩ ] વિદ્યાથીઓમાં જોવામાં જાણવામાં આવે છે. તેને ચેપ બીજા વિદ્યાથીવર્ગને ન લાગે એવા સારા ઈરાદાથી ગૃહપતિ કે લાગતાવળગતા તેમના ઉપર ખીજાઈ જાય છે અને તે બદલ તેમને શાસન-શિક્ષા કરવા ઈચ્છા રાખે છે. ખરી રીતે બીડીથી સ્વપરને નુકશાન થાય જ છે એવી માન્યતા તેવા વિદ્યાથીઓને ભાગ્યે જ હોય છે, તેથી તેમાં તેમને કોઈપણ પ્રકારના ગુન્હા જેવું જણાતું નથી. ઘણે ભાગે ઘરમાં જ પિતા અથવા વડિલને બીડી પીતાં જોઈ પોતે શિખેલ હોય છે. તેમાંથી તેમને મુક્ત કરવા જ હોય તે પ્રેમપૂર્વક બીડીથી થતા નુકશાનનું તેમને બરાબર ભાન કરાવશો તો ભવિષ્યમાં તે બદીમાંથી તેઓ મુક્ત થઈ જશે.
(૭) સાચા વૈદ્ય સમા ગૃહપતિ અને તેની જવાબ દારી–દદીના રોગને બહાર આવતે અટકાવે તે સારે વૈદ્ય નથી, પણ એ રોગનું મૂળ શોધીને તે મૂળને જ ઉપાય કરે તે સાચે વૈદ્ય છે. તેમ વિદ્યાથીઓના નાના મોટા દેશે નજરે આવતા અટકાવે એ સાચો ગૃહપતિ નથી પણ એ દોષના મૂળ શોધીને તેને ઉપાય કરે તે સાચે ગૃહપતિ છે. એવા વૈદ્ય અને એવા ગૃહપતિ એગ્ય છે.
માબાપ થવું સહેલું, લેહીને સંબંધ એટલે માબાપ અને બાળકો વચ્ચે ઘર્ષણ તો ઊભાં જ થવા ન પામે. તેમ શિક્ષક થવું સહેલું, અમુક વિષયો જ શિખવવાના હોય તે વિદ્યાર્થીઓને શિખવી દીધા એટલે શિક્ષક પિતાને ઠેકાણે અને વિદ્યાથી પિતાને ઠેકાણે. ગૃહપતિ થવું અઘરું. માબાપને તો પોતાનાં બાળકોને પિતાનાં રાખવાનાં; જ્યારે ગૃહપતિને તે પારકા બાળકોને પોતાનાં કરવાનાં હોય છે. શિક્ષકને તે દિવ