________________
[૩૧૪ ]
શ્રી કર્ખરવિજયજી સનાં પાંચ છ કલાક જ કેળવણીની દષ્ટિ રાખીને શિખવવાનું હોય છે જ્યારે ગૃહપતિને તે નજીવી પ્રવૃત્તિઓમાં પણ એ દષ્ટિ રાખીને કામ લેવાનું હોય છે અને તે પણ આખો દિવસ, એટલે તેની જવાબદારી કેટલી વિશેષ છે તેને ખ્યાલ આવી શકશે. પારકાં છોકરાં પિતાનાં કરવાની જેની તાકાત-યેગ્યતા છે ને તેવી આવડત સાથે યુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમથી કામ લઈ જાણે છે તે જ ગૃહપતિ થવાને લાયક ગણાય.
[ આ. પ્ર. પુ. ૩૧, પૃ. ૭૯ ]
ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. ૧ ઈદ સાગ, સમૃદ્ધિ યુક્ત વિષયસુખ, સંપદા, આરોગ્ય, દેહ, વૈવન અને જીવિત એ સર્વે અનિત્ય છે. (અનિત્ય ભાવના)
૨. જન્મ, જરા અને મરણને ભયથી વ્યાસ અને વ્યાધિવેદનાથી ગ્રસ્ત એવા લોકને વિષે શ્રી જિનેશ્વર ભગવાનના વચન સિવાય બીજું કઈ શરણ થાય તેમ નથી. (અશરણુ ભાવના)
૩. માતા થઈને પુત્રી, બહેન અને પત્ની આ સંસારને વિષે થાય છે, તેમ જ પુત્ર થઈને પિતા, ભાઈ અને શત્રુ પણ થાય છે. (સંસાર ભાવના) - ૪. સંસારચક્રમાં ફરતાં એકલાને જન્મમરણ કરવાં પડે છે અને શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ પોતે જ પિતાનું અક્ષય આત્મહિત સાધવું. (એકત્વ ભાવના)
૫. હું સ્વજનથી, પરજનથી, વૈભવથી અને શરીરથી જુદો