________________
[ ૩૧૨ ]
શ્રી કરવિજયજી અને કાનના પડદા ઉપર કરવામાં આવતે અવિચારી હમલે ( અતિજોરથી અવાજ કરવાની ટેવ હોય છે તે) દૂર કરો જોઈએ. (૪) મળાશયમાં કચરો ભરાવાના કારણે કેટલાક વિદ્યાથીઓને નાનામોટા રોગો થયા જ કરતા હોય છે. પેશાબ કે ઝાડે પરાણે રોક્યાથી મળાશય કે મુત્રાશય બગડે તેમાં નવાઈ નથી. આની આરોગ્ય ઉપર ભારે અસર થાય છે. મળાશયની સાથે જ ખોરાકને વિચાર અનિવાર્ય બને છે. એ બધાની ગ્ય સંભાળ લેવાથી લાંબા દુઃખથી બચી જવાય છે અને શરીરનું આરોગ્ય ઠીક સચવાઈ રહે છે. ઉપરાંત વિદ્યાભ્યાસમાં ખામી આવતી નથી.
(૪) સ્વદેશી—તમે જે ચીજ વાપરો તે સંપૂર્ણ સ્વદેશી જ વાપરે. જે ચીજ આપણા દેશમાં જ ઉત્પન્ન થઈ હોય તે સ્વદેશી. જે ચીજ ઉત્પન્ન કરવામાં આપણા દેશભાઈઓએ આપણા દેશમાં મહેનત કરી હોય તે સ્વદેશી. જે ચીજની બનાવટ નફે મોટે ભાગે આપણા દેશભાઈઓને મળતો હોય તે સ્વદેશી. જે ચીજની ઉત્પત્તિના વહીવટ વિગેરેમાં આપણા ભાઈઓને મેટો હિસ્સો હોય તે સ્વદેશી. " (૫) સ્વદેશી ભાવના–ભારતભૂમિની સંસ્કૃતિને ધાવીને આપણે મોટા થયા છીએ. એ ભૂમિનાં સંતાને નાગાં યા ભૂખ્યાં રહે તોયે આપણાં ભાંડુ છે. જે ઘધે આ નાગાં ચા ભૂખ્યાને રોટલા અને લંગોટ આપે તે ધંધે સ્વદેશી. જે ધંધે આ નાગા યા ભૂખ્યા - ભાંડુઓને ઢાંકે ને પિષે તે ચીજો સ્વદેશી. જે ચીજો ખરીદ કરવાથી આપણે પૈસે પરદેશ ચાલ્યો ન જાય તે સ્વદેશી ભાવના.
(૬) બીડી પીવાનું વ્યસન—આ વ્યસન કઈ કઈ