________________
[ ૩૧૧ ]
લેખ સંગ્રહ : ૪ : અનેકને ફાયદો થાય તથા દ્રવ્યભાવથી પણ અનેક ફાયદા થઈ શકે, માટે પ્રિય ભાઈ–બહેને! હવે જમવા વખતે ઉપરોક્ત વિવેક ન ભૂલશે, બીજાની ભૂલ કે ખામી શોધી બતાવવી સહેલી છે, તે પહેલાં આપણું જ ભૂલ કે ખામી શોધી સુધારી લેવી તે બહુ જરૂરી છે.
(૨) સ્વચ્છતા અને શાંતિ-સ્વચ્છતા અને શાંતિ આપણે સહુ ઈચ્છીએ છીએ પણ તે શોધી કયાંથી જડે ? “વાડ વેલા ચેરે એવી સ્થિતિ લગભગ થઈ ગઈ છે. તે જોઈ-- જાણે તેની ઉપેક્ષા નહીં કરતાં સભ્યતા, કમળતા અને કરુણાથી તે સુધારવા દરેક સંસ્કારી ભાઈ-બહેનોએ પ્રયત્ન કરે; પણ સમાજથી અતડા રહીને નહીં કરતાં નિ:સ્વાર્થવૃતિથી, પ્રેમથી સ્વચ્છતા અને શાંતિનું મહત્વ સમજી આપણા પિતાના આચરણથી જ બીજાને બતાવી પછી સમાજમાં સુધારો કરે.
(૩) વિદ્યાર્થીઓનાં શરીરના આરોગ્ય માટે પહેલાં પગથિયા તરીકે–દાંત, આંખ, કાન અને મલાશયની ચાગ્યા સંભાળ લેવાની જરૂર છે.
(૧) દાંત દાડમની કળી જેવા રહે, તેની પોલમાં જરા પણ અનાજ ભરાઈ ન રહે, તેના અવાળુ–પેઢા વિગેરે સાફ અને દઢ રહે. (૨) આંખોમાં ખીલ કે તાપડીયાં હોય તે કાળજીભરી સારવાર કરીને તેને દૂર કરવા, ચશ્માની જરૂર હોય તે તુરત લેવડાવવા, રાત્રે વધારે પડતું વાંચીને કે ખરાબ સ્થિતિમાં રહીને આંખે બગાડતા વિદ્યાર્થીઓને ચગ્ય રીતે વારવા. (૩) કેટલાક વિદ્યાથીએ ઓછાવત્તા પ્રમાણમાં બહેરા અને દયાનબહેરાં હોય છે. આના કારણોમાં વહેતો કાન, મેલવાળે કાન