________________
• દવ
લેખ સંગ્રહ : ૪ :
[ ૩૦૯ ] સ્થાનમાં અહિંસા (જીવદયા) પાળવી તથા માનસિક અને વાચિક વર્તનમાં કઈતું અનિષ્ટ ચિંતવવું નહિં, અહિત થાય તેવું કઠેર વચન બેસવું નહિં, રોરી જારી પ્રમુખ કુવ્યસન સેવવાં નહિં, સહુ જીવોને પિતાના આત્મા સમાન ગણવાં, ઈર્ષા અદે ખાઈ, વેરવિરોધ કોઈની સાથે કરવાં નહીં, સહુ સાથે મિત્રભાવે વર્તવું, બની શકે તેટલો પરાકાર કરતા રહેવું, પરેપકારના કામ સ્વકર્તવ્ય સમજીને નમ્રભાવે કરવા તેમ જ તેના ફળ માટે અધીરા ન થવું, દીર્ધદષ્ટિ રાખવી, ઉદારચિત્ત બનવું અને સ્વપરહિતમાં સાવધાન રહેવું.
૪. પીવાનું પાણી તદ્દન અબેટ (ચેખું) રાખવું. એમાં એઠું વાસણ બાળી બધું પાણી બગાડવું નહિં. એઠી (અશુચિ) વસ્તુથી અસંખ્ય જીવોની ઉત્પતિ ને હાનિ થાય છે, ઉપરાંત ઘણાંખરાં ચેપી રોગો ફેલાવો થાય છે, જેથી પરિણામે શરીરની ભારે ખરાબી થવા પામે છે. એવી ગોબરાઈ (અશુચિ) દરેક ભાઈ–બહેનેએ જલદીથી દૂર કરવા પ્રયત્ન કરો.
પ. રસોડું, પાણીયારું, ઘંટી, ખારણી, ભજન અને શયન પ્રમુખના સ્થળે જરૂર ચંદ્રવા બાંધવા.
૬. શક્તિ, સમય, વિદ્યા, બુદ્ધિ અને લક્ષ્મી વિવેકસરે સારામાં સારા કાર્યમાં ઉપયોગ કરવો.
૭. સંકુચિત દષ્ટિ છોડી, વિશાળ-ઉદાર દષ્ટિથી ખરા જેનને છાજે તેવો વ્યવહાર રાખો. .
૮. અન્ય અને સ્વધર્મમાં જોડાય તથા વધી જનો ધર્મમાં દઢ થાય એ પ્રબંધ કર.