________________
લેખ સંગ્રહ : ૪ :
[૨૫] છે અને તેથી ભવભ્રમણ કરવું પડે છે. એટલા જ માટે સુજ્ઞસુબુદ્ધિ અને પ્રાણાતે પણ ઉસૂત્રભાષણ કરતા નથી. થોડું પણ મનકલપનાથી ઉત્સુત્ર બોલવાવડે કેવું ભયંકર પરિણામ આવે છે તેની ઉપર મરીચિ પ્રમુખનાં દષ્ટાંતે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
૭. કર્તવ્યાકર્તવ્યનું યથાર્થ ભાન રાખી કર્તવ્યનિષ્ઠ, રહેવારૂપ જીવદયા-જ્યાં સદાકાળ રાખવી, શ્રુતચારિત્રધર્મને પેદા કરનારી, તેનું રક્ષણ તથા પોષણ કરનારી હોવાથી તે એકાંત સર્વત્ર સુખ આપનારી છે.
[ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૩૨ ]
હિતવચને ૧. પથ્થરની નાવ સરખા લોભી ગુરુ અને લોભી ચેલા - બન્ને ડૂબે છે.
૨. નિર્લોભી સંત–સાધુની સંગતિથી ઉત્તમ માર્ગ પામી જીવ જલદીથી સંસારસમુદ્ર તરી જાય છે. એવા સંત-મહાત્માની સેવા-ભક્તિ સફળ થઈ શકે છે.
૩. સંત-સાધુજને કાષ્ઠની નાવની જેમ પિતે તરે છે અને તેના આશ્રિત જનેને પણ તારી શકે છે.
૪. નમ્રતા–લઘુતા–વિનય એ ખરેખર અદ્ભુત વશીકરણ છે.
પ. ઊંચા કુળવાન હોય, પણ કરણું ઉચ્ચ ન હોય તે તેવા ઊંચા કુળથી શું ફળ?
૬. ચંદન-સુખડને ગમે તેટલું ઘસવાથી, શેરડીને ગમે