________________
[ ર૯૪ ]
શ્રી કરવિજય જે અભ્યાસ આ જીવને પડ્યો છે તે એકાએક સર્વથા ઘટે મુશ્કેલ છે છતાં અંતરની લાગણપૂરક ખંતભરી સાવધાનતાથી વર્તતા તેમાં ઘણો સુધારે થવા સંભવ છે. પુરુષાર્થથી માણસ ધારે તે કરી શકે છે.
૪. ખરેખર ઉત્સર્ગ અને અપવાદ કહો, વિધિ અને નિષેધ કહો, અથવા મુખ્ય અને ગણુ માર્ગ કહે તે પોતપોતાના સ્થાનમાં કલ્યાણ કરનાર અને બળવાન હોય છે. એક બીજાના સ્થાનમાં તે અનર્થ કરનાર અને દુર્બળ હોય છે. પુરુષવિશેષથી સ્વસ્થાનમાં પ્રબળ હોય છે, જ્યારે પરસ્થાનમાં નિર્બળ હોય છે. સમર્થ–સશક્ત-સહનશીલને ઉત્સર્ગ–વિધિમાર્ગ સ્વસ્થાનઘેરી રસ્તો છે અને અપવાદ-ગણ-નિષેધ માર્ગ અસમર્થ— અશક્ત-અસહનશીલને પરસ્થાનરૂપ ગણાય છે. - પ. મિથ્યાત્વ સમાન કેઈ શત્રુ, રોગ, ઝેર કે અંધકાર નથી. શત્રુ, ઝેર, રેગ કે અંધકાર એક જ ભવમાં દુઃખ દેનાર છે ત્યારે જેને નાશ કર ભારે મુશ્કેલ છે એવું મિથ્યાત્વવિપરીત બુદ્ધિ–અશ્રદ્ધા ભવોભવમાં દુઃખદાયક થાય છે. જ્ઞાની પુરુષોએ ખરું જ કહ્યું છે કેવિકરાળ અગ્નિમાં દેહને હેમી દેવે કેઈક રીતે સારે છે, પણ મિથ્યાત્વયુક્ત જીવવું કદાપિ સારું નથી.
૬. જે કઈ ગમે તેટલું કષ્ટ ધર્મનિમિત્ત કરવા છતાં અજ્ઞાનતાથી અથવા મનકલ્પિત વિચારોથી અથવા ઉશૃંખલવૃત્તિથી જરા પણ ઉત્સત્ર-જિનાગમ–સૂત્રવિરુદ્ધ બોલે છે અથવા આચરે છે તે જીવને જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડે છે; કેમ કે તેથી બે ધિબીજ–સમકિતશુદ્ધ શ્રદ્ધાને લોપ થાય