________________
[ રહે ].
શ્રી કપૂરવિર્ય તેટલી પીલવાથી અને સુવર્ણને ગમે તેટલું તપાવવાથી પિતાની સુગંધ, મીઠાશ અને કાન્તવર્ણ–પીળાશ તજતાં નથી, તેમ ઉત્તમ પુરુષ પ્રાણાતે પણ સજ્જનતા તજતા નથી.
છે. અનેક વિકટ કસોટીમાંથી પસાર થઈ, નેહ-નેહ નિભાવ કઠણ છે.
- ૮ સંતવચન અમૃત જેવાં મિણ-મધુર–શીતળ હોવાથી શાંતિ આપે છે, ત્યારે દુર્જનવચન ઝેર જેવાં કટુક અને આકરાં હોવાથી હૃદયને બાળીને ખાખ કરી નાંખે છે.
૯સહુને સુખદાયક મિટ વચન બોલવું, કડવું–કઠોર વચન ન જ બોલવું. * ૧૦. પરમાર્થ–પરોપકારની ખાતર જાતે કષ્ટ સહન કરવું, પણ સ્વાર્થથી અંધ બની પરને પીડા ઉપજાવવી નહિ; એ જ સંત-સાધુ–ઉત્તમ જનેનો કઠણ પણ શ્રેષ્ઠ માર્ગ છે. : ૧૧. ગમે તેટલા ઉપદેશરૂપી જળથી પથ્થર સમાન કપટીનું મન પલળવાનું નથી.
૧૨. નિઃસ્વાથી સંતજનોનું એક પણ હિતકર વચન સરલસ્વભાવી ચેખા દિલના ભક્ત જનને માટે કલ્યાણસાધક બને છે.
૧૩. જ્યાં લોકોને ગુણની કદર જ ન હોય ત્યાં નિ:સ્વાથી સાધુ–સંત શું કરે ? * ૧૪. પિતાના સ્વાર્થ ખાતર માગવું તે મૃત્યુ સમાન ગણવું જોઈએ અને પરમાર્થ–પપકાર માટે માગવું ઈષ્ટ ગણવું જોઈએ. તેમાં લાજ-શરમ–પ્રતિષ્ઠાની હાનિ ન સમજવી.