________________
[ ૨૯૨ ]
શ્રી કપૂરવિજયજી ૪. મૃદુતા-નમ્રતા-સભ્યતા–વિનીતલાવડે માન-મદ-અહં. કારને જીતવો જોઈએ. ,
૫. આર્જવતા-ઋજુતા-સરલતાવડે માયા-કપટ-દંભ-શઠતાને જીતી લેવી જોઈએ. ( ૬. મુક્તિ-સતિષવૃત્તિ-નિભતાવડે લેભ-તૃષ્ણને જીતી ભવૃત્તિને મર્યાદિત કરી દેવી જોઈએ.
૭. માયા અને લેભ ટૂંકાણમાં રાગરૂપે ઓળખાય છે તથા ક્રોધ અને માન દ્વેષરૂપે ઓળખાય છે.
૮. ઈર્ષા–રોષ–પર પરિવાદ-મત્સર–વૈર–વિરોધપ્રમુખ શ્રેષના અનેક પર્યાય છે.
૯ ઈચ્છા, મૂછ, કામ, નેહાદિક અનેક રાગના પર્યાય છે.
૧૦. માધ્યસ્થતા, વૈરાગ્ય-વિરાગતા, શાંતિ–ઉપશમ–પ્રશમ, દોષક્ષય, કષાયવિજય પ્રમુખ વૈરાગ્યના પર્યાયે છે. તેના વડે રાગદ્વેષને જય થઈ શકે છે.
૧૧. રાગ, દ્વેષ યા કષાય ઉપર જ સંસારભ્રમણને બધે આધાર છે. તે ઘટે તે સંસારપરિભ્રમણ પણ ઘટે જ.
૧૨. તેથી જ રાગ-દ્વેષ-કષાય જેમ વૃદ્ધિ પામતા અટકે, તેમાં ઓછાશ થવા પામે, યાવત્ તેથી સર્વથા મુક્ત થવાય એવા ઉપાય જવા જોઈએ.
૧૩. જે જે નિમિત્તાથી રાગદ્વેષાદિક વધતા હોય તે નિમિત્તોને તજવાં અને જેથી રાગદ્વેષાદિક ઘટતા હોય તેવા નિમિત્તોને સુખાથી જનોએ આદર કર જોઈએ. '