________________
લેખ સંગ્રહ : ૪ :
[૨૯] ૬. સુખી કે સગુણ જીને દેખી રાજી-પ્રમુદિત થવું જોઈએ અને આપણે એવી જ ઉત્તમ ચાહના રાખી તેમનું શુભ અનુકરણ કરવું.
૭. ગમે એવા નીચ, નિંદક જેવા નાદાન ઉપર પણ દ્વેષ કે કેપ નહીં કરતાં કરુણાબુદ્ધિથી તેમને સુધારવા પ્રયત્ન કરવો, છતાં વિપરીત પરિણામ આવતું જણાય તો તેની ઉપેક્ષા કરી પ્રમાદ રહિત અન્ય ઉચિત હિત આચરણ કરી લાભ ઉપાર્જન કરતાં રહેવું. .
૮. સર્વ જીવમાત્રને પોતાના આત્મા સમાન ગણી, કેઈને ખ-પ્રતિકૂળતા ઉપજે એવું અહિત આચરણ કરવાથી વિરમવું અને એકાંત હિતકર આચરણ કરવું.
૯. કામ, ક્રોધ, મેહ, મદ અને મત્સરપ્રમુખ અંતરંગ શત્રુઓનું ખૂબ ચીવટથી દમન કરતાં રહેવું.
૧૦. માતા, પિતા, સ્વામી, વિદ્યાગુરુ અને ધર્મગુરુની શુદ્ધ નિષ્ઠાથી સેવા–ચાકરી હર્ષ સહિત કરવી.
૧૧. કેઈની નિંદા, ચાડી-ચુગલીથી સદંતર દૂર જ રહેવું.
૧૨. સુખ-દુઃખમાં હર્ષ–શોક નહિ કરતાં સમભાવે રહેતાં શીખવું. સિંહની જેમ શૂરવીરપણે ચાલવું, પણ શ્વાનની પેઠે નિર્બળતા ધારણ કરવી નહિ.
૧૩. આશ્રિતવર્ગની એગ્ય વખતે બરાબર સંભાળ લેવીપિષ્યવર્ગનું વખતસર પિષણ કરવું.
૧૯ . .