________________
.
.
[ ૨૮૪ ]
શ્રી Íરવિજયજી પુરુષ હો કે સ્ત્રી હે, સહુને એકાન્ત હિત, શ્રેય અને કલ્યાણકારી થવા પામે છે. આવી સબદ્ધિ સાથે શુદ્ધ શ્રદ્ધાન અને સદાચારપરાયણ થવા પૂરતું ધર્ય–બળ અર્પવા પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરવી ઘટે છે. .
જય વીયરાય”ના પાઠમાં એવી જ પ્રાર્થના કરાય છે; પણ તેના અર્થની સમજ સાથે તે ઉપગ સહિત કરાય અને મેહ-પ્રમાદાદિક કાઠિયાને ત્યાગ કરી સ્વસ્વ અધિકાર–ગ્યતા અનુસારે તથાવિધ ધર્મકરણ. નિષ્કપટપણે કરવાને ખપ જાગે તે ઉક્ત પ્રાર્થનાની સાર્થકતા સહેજે શીધ્ર થવા પામે જેમની સાથે કંઈપણ વૈમનસ્ય-વિરોધ થયેલ હોય તેને ત્રિકરણ શુદ્ધિથી ટાળી, તેમને સરલ દિલથી જેમ બને તેમ વહેલાસર ચેતીને સંવત્સરી સુધીમાં ખમવા–ખમાવવાની શુભ પ્રથાને લક્ષમાં રાખી સહુ ભાઈબહેનોએ નમ્રભાવે ખમવું અને ખમાવવું.
[ આ. પ્ર. પુ૨૦, પૃ. ૧૬ર.] - શુદ્ધ સંયમ–આત્મનિગ્રહથી થતી આત્મ-શાંતિ.
૧. કલ્યાણાથી જન સ્વાધીનપણે શુદ્ધ સંયમનું સેવન કરી શાંતિ મેળવી શકે છે. બીજાને તે મળી શકતી નથી.
૨. મન અને ઇંદ્રિયોને સ્વેચ્છા મુજબ ઉન્માર્ગે ચાલતાં ' યુક્તિથી સાવધાનતાપૂર્વક રોકી જે તેને સન્માર્ગે પ્રવર્તાવે છે તે અનેક પ્રકારનાં ભાવી દુઃખની જાળથી મુક્ત થાય છે.
૩. રાગ, દ્વેષ ને ક્રોધાદિક કષાયોને જે સુજ્ઞ જેનો સમભાવ ધારણ કરી, ક્ષમા-નમ્રતાદિક સદુપાયવડે સાવધાનપણે જયપરાજય કરે છે તેમના સુખને પાર રહેતો નથી.