________________
,
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૮૫ ] ૪. મન, વચન ને કાયાની પવિત્રતા કહે કે વિચાર, વાણું ને આચારની શુદ્ધિ કહો જે ભવ્યજને સાવધાનપણે તેને સાચવી રાખે છે તેઓ અખંડ સુખ–શાંતિને સહેજે અનુભવ કરી શકે છે.
પ. જે સંત-સાધુજને સહુને સ્વકુટુંબ તુલ્ય ગણીને કોઈને કયારે પણ પ્રતિકૂળતા–દુઃખ-પરિતાપ ઉપજાવતા જ નથી તેમને પછી દુઃખ-પરિતાપ આવે જ ક્યાંથી ? જેવું આપવું તેવું જ મેળવવું એવી નીતિ છે.
૬. અનેક મુગ્ધ જને કળી વૃત્તિથી પ્રસાદ યા સ્વછંદતા ' વશ (વિષય-કષાય-નિદા–વિથાદિકને આચરી) અનેક જીવને દુઃખ, ત્રાસ આપી એવાં આકરાં પાપકર્મ બાંધે છે કે પછી તેનું ફળ ભગવતી વખતે તેને ભારે વિષમ લાગે છે.
૭. તેથી જ સુખના અથી દરેક સુજ્ઞ જનોએ મન, ઇદ્રિને લગામમાં રાખવાં, રાગ-દ્વેષાદિક ભાવથી સાવધાનપણે દૂર રહેવા વિચાર, વાણું ને આચારમાં પવિત્રતા સાચવી રાખવા, અને પાપવૃત્તિથી પાછા ફરી, સંયમવૃત્તિ જાગૃત કરવા જરૂર તત્પર થવું એ જ સર્વ ઉપદેશ સાર છે.
૮. તદ્દન નિરંકુશ વૃત્તિ રાખવારૂપ અસંયમથી આ લેકમાં તેમ જ પરલોકમાં જીવને ભારે વિપત્તિ વેઠવી પડે છે. તેમાંથી સ્વાધીનપણે આત્મનિગ્રહરૂપ સંયમ સેવનારા બચી શકે છે.
૯. સંપૂર્ણ સંયમગના બળથી, સકળ દુઃખમુક્તિ થઈ અક્ષય-મોક્ષસુખ મેળવી શકાય છે.
[ આ પ્ર. પુ. ૨૦. પુ. ૨૫૮.