________________
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી અષ્ટમ તપસ્યા અને સાંવત્સરિક પ્રતિકમણું પણ અવશ્ય કરવા લાયક છે. એ પાંચ કૃત્યે સાધુઓને તેમ જ ગૃહસ્થને સમાન રીતે કરવાનાં હોય છે. વિશેષમાં આત્માથી સાધુજને દ્રવ્ય–ભાવથી લોચ કરે છે અને જ્ઞાની, ધ્યાની, બાળ, વૃદ્ધ, તપસ્વી સાધુઓને યથાયોગ્ય વિનયાદિક કરી કર્મની નિજ ૨ કરે છે. તેવી જ રીતે વિવેકવંત શ્રાવક-શ્રાવિકાઓ યથાશક્તિ ઉદાર દિલથી અથાગ્ય દાન દે છે, નિર્મળ મન, વચન, કાયાથી શીલ-સદાચાર પાળે છે, યથાશક્તિ તપ કરે છે અને સ્વપરની ઉન્નતિ થાય એવી ભાવના ભાવે છે. સાધમીવાત્સલ્ય કરે છે અને જેનશાસનની પ્રભાવના કરે છે. ઉપરોક્ત સઘળી ધર્મકરણે તેના પવિત્ર હેતુને લક્ષમાં રાખીને કરવાની જરૂર છે. જેઓને તેટલી ઊંડી સમજ નથી હોતી તેઓ અન્યને અનુસરીને દેખાદેખી આવી શુભ કરણ કરવા પ્રવર્તે છે અને તેનું ફળ પિતાના પરિણામ પ્રમાણે મેળવી શકે છે.
સામાન્યપણે પર્યુષણ પર્વ પ્રસંગે આ એક સ્થાપિત. વ્યવહાર મુજબ ઘણે ભાગે સહુ સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવકશ્રાવિકાઓ એવા આદરથી વતે છે કે જેન નહિ એવા અન્ય જને પણ થોડું ઘણું તેનું અનુકરણ કરે છે, કરવા લાગે છે. આવા ઉત્તમ પ્રસંગે દેવગુરુની સેવાભક્તિ પણ ભારે આડંબર સાથે પુષ્કળ દ્રવ્યને વ્યય કરીને કરાય છે. તેમ જ કાયાની માયામમતા તજી કઠણ તપસ્યા સાથે સામાયિક, પ્રતિક્રમણ, પિષધ પ્રમુખ ધર્મક્રિયા પણ ઉમંગથી કરવામાં આવે છે. આમાંની સઘળી કે ઘણીખરી ધર્મકરણ થોડાઘણા ફેરફાર સાથે કેટલાએક ભાઈબહેનો કાયમ–સદાકાળ કરતા હોય છે અને કેટલાએક ચાતુમાંસાદિક નિવૃત્તિના વખતમાં અને કેટલાએક