________________
લેખ સંગ્રહ ૪:
[ ૨૮૧ ] છે પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય.
પ્રથમ તે સાંવત્સરિક મહાપર્વ અને બીજું મહાવ્રતધારી મુનિઓનું કઈ એક ચોગ્ય ક્ષેત્રમાં નિશ્ચયપૂર્વક ચાતુર્માસ ગાળવા સ્થિર થઈ રહેવું એ ઉભય અર્થમાં પર્યુષણ શબ્દ પ્રજાલે છે.
જેનશાસનમાં બીજા અનેક પ કહ્યાં છે પરંતુ આ પર્યુષણ પર્વ સર્વ પર્વમાં શિરમણિરૂપ ગણાય છે. આસો અને ચૈત્રી સંબંધી શાશ્વતી અઠ્ઠાઈ જેવી રીતે ઉત્તમ દેવ-દેવીઓ અને મનુષ્ય ઉજવે છે તેવી રીતે આ પર્યુષણ પર્વની અઠ્ઠાઈનો પણ અતુલ મહિમા ઠેકાઠેકાણે ભવ્યાત્માઓ ઉજવે છે.
વર્તમાન શાસનના નાયક શ્રી મહાવીર પ્રભુનું જેમાં સવિસ્તર ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું છે, તેમ જ અન્ય તીર્થકરદેના ઉદાર ચરિત્રનું જેમાં યથાયોગ્ય વર્ણન આપવા ઉપરાંત ગણધરાદિક ઉત્તમ સ્થવિર સાધુ–મહાત્માઓનાં કુળ, ગણદિક સહિત નામ, વર્ણન તથા સાધુ સમાચારી–મુનિમર્યાદાનું યથાતથ્ય વર્ણન આપવામાં આવ્યું છે તે પવિત્ર શ્રી કલપસૂત્ર પર્યુષણ પર્વમાં ગુરુમુખે સાંભળવાનું સુભાગી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓને પ્રાપ્ત થાય છે. શ્રુતકેવળી (ચૌદ પૂર્વધારી) શ્રી ભદ્રબાહુસ્વામીનાં મધુર અમૃત વચનરૂપ શ્રી કલ્પસૂત્રને આ ઉત્તમ પ્રસંગે વિનય બહુમાનપૂર્વક વાંચી–સાંભળી-વિચારી ભવ્યાત્માઓ પિતાના ભવતાપને શમાવે છે-કર્મોને ખપાવે છે
આ પર્વમાં શ્રી કલ્પસૂત્રના શ્રવણ સાથે સંકળ ચૈત્યપરિ. પાટી, સમસ્ત સાધુવંદન, અન્ય સાધર્મિક ક્ષમાપના,