________________
[ ર૦:].
થી કપૂરવિજયજી ભજવી, સહુને આત્મસમાન ગણું પ્રતિકૂળતા નહીં ઉપજાવતાં અનુકૂળ આચરણ સેવવું એ સર્વસામાન્ય સનાતન નીતિરીતિ સદા ય લક્ષગત રાખી રહેવું છે
? ૧૦. મુગ્ધ જનને કેટલાંક કામ દેખાવમાત્રથી નવાં લાગતાં હોય પણ પરિણામદશી મહાજનોને તે મહત્વનાં લાગવાથી જ તેઓ તેને પ્રધાન સ્થાન (મહત્ત્વ) આપે છે. તેમ જ બીજાં કેટલાંક દેખાવમાત્રથી રમ્ય-દેખાવડાં જણાતાં પણ પરિણામે અરમ્ય-અનિષ્ટ કાર્યોને મુગ્ધ જને ગેરસમજથી મહત્ત્વ આપે છે પણ દીર્ઘદ્રષ્ટિ સુજ્ઞજને તેને ત્યાગ–બહિષ્કાર કરે છે કરાવે છે ને અનુમોદે છે એ રહસ્ય સમજવા જેવું છે. ( ૧૧. ચા, બીડી, હોટેલનું ખાણું, નીસ–મદ ઉપજાવે એવી ચીજોનું સેવન (પીણાં), મેહક-ફેશનેબલ વસ્ત્રપાત્રાદિકની વપરાશ અને માન, ચાંદ વિગેરેને મુગ્ધજનો સારાં જાણી મહત્ત્વ આપે છે, ત્યારે દીર્ધદષ્ટિ ને દેશદાઝવાળા દરેકે દરેક ભાઈબહેન તે બધાને ભારે અનર્થ અને આપદાને આપનારાં સમજી તજી દે છે, અને શુદ્ધ સ્વદેશી વસ્ત્ર, પાત્ર, ખાનપાનાદિકને જ ગુણકારી સમજીને પસંદ કરે છે.
૧૨. કલેશ-કુસંપ દુર કરી દેશદાઝ દિલમાં ધારી ઐક્યતા કરવાથી સહુ મનુષ્ય સ્વપરહિત સાધી આત્મકલ્યાણ કરી શકશે.
[ આ. પ્ર. પુ. ૨૧, પૃ. ૨૧]
- IDEA