________________
લેખ સંગ્રહ : ૪ :
[ રહું૯ ] લેવાય તે બાકીના દરવતી શ્રીમતે અને વિદ્વાને પણ માન મૂકી નમ્રભાવે સમાજસેવા અને દેશસેવામાં પિતાને છાજે અને બની શકે એ સક્રિય ભાગ લેવાને સહેજે આકર્ષાય. એમ થયું કે કરવું તે દરેક વખતને માટે જરૂરતું છે. તે ૧ ૬. ત્યાગી, સાધુઓ, સંન્યાસીઓ વિગેરે ધર્મગુરુઓ આ દિશામાં સમયને ઓળખી કર્તવ્યદિશા નક્કી કરીને ચાલે તો તેઓ પણ સમાચિત શાસનસેવા કરી રહ્યા લેખાય, કેમ કે તેમનાં હિતવચન અને આચરણને અનેક જને અનુસરે છે. તેમણે પણ પોતાની જવાબદારી વિચારવી ઘટે છે.
૭. આપસઆપસનાં કર્તવ્યકમ કરવાની જવાબદારી વિચારી જોતાં પૂર્વોક્ત સેવાભાવનાથી રંગાયેલ ગમે તે સહદય સજજનો પિતાના સમાગમમાં આવતા અનેક ભાઈ-બહેનના હૃદયમાં પ્રેમથી પ્રવેશી તેમને સ્વ સ્વ કર્તવ્યનું યથાર્થ ભાન કરાવી શકે એ બહુ જરૂરતું ને સરલ હિતકાર્ય છે.
૮. મ. ગાંધીજીની પણ પ્રાયે એ જ માન્યતા સંભવી શકે. તેને જે જેટલી સમજી શકે અને તે મુજબ ચાલવાની જેટલી તાકાત કેળવી શકે તેના પ્રમાણમાં તે પોતાનું નિશ્ચિત કાર્ય સરલતાથી કરી શકે.
૯. સાદાઈ રાખવી, બીજી જરૂરી નકામી વસ્તુને ત્યાગ કરે, તેના વગર ચલાવી લેવું, ખાટા આવેશમાં આવી સ્વશક્તિને દુરુપયોગ ન કર, સંચિત શક્તિને સારામાં સારા કાર્યમાં ઉપગ કરતાં રહેવું. દઢ (નૈષ્ટિક) બ્રહ્મચર્ય પાળવું, ન્યાય, નીતિ ને પ્રમાણિકતાને પ્રાણસમાં લેખવાં, સંતોષવૃત્તિ