________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી સર્વસામાન્ય હિતવા. ૧. અત્યારે પ્રાપ્ત શક્તિ, સામગ્રીને જેમ જેમ સમજ અને શ્રદ્ધાસહિત ડહાપણથી દેશ, કાળને ઓળખી સદુપયોગ, કરી લેવાય તેમ તેમ તેને અધિકાધિક લાભદાયક વિકાસ થવા પામે અને ઈષ્ટ કાર્યસિદ્ધિ અ૫ શ્રમે થોડા વખતમાં જ સુંદર રીતે થવા પામે.
૨. સમચિત કર્તવ્ય કર્મ તન, મન પરેવી કરવા મચી જવાય છે તેથી અધિકાધિક હિતકાર્ય નિ:શંક સાધી શકાય, પાકે અનુભવ મળે, દઢ પ્રતીતિ–વિશ્વાસ જામે અને કાર્યસિદ્ધિમાં જરૂરી સ્વાર્થ ત્યાગ કરવા ભણી રુચિપૂર્વક પ્રવૃત્તિ થાય.
૩. વિશ્વવિખ્યાત થયેલ મ. ગાંધીજીનું જીવતું–જાગતું દષ્ટાંત લે. તેના જવલંત દેશદાઝભર્યા દષ્ટાંતથી અનેક ઉત્તમ ભાઈબહેને તેમને સુંદર આશય સમજી, તે માર્ગ પસંદ કરી, યથાયોગ્ય કર્તવ્ય કર્મ નિ:સ્વાર્થ ભાવે કરવા તત્પર થઈ રહ્યા છે.
૪. અમુક યુવકે અને સહૃદય શ્રદ્ધાળુ તથા વિરલ વિદ્વાનવર્ગને બાદ કરતાં આખી સમાજમાં એકંદર ઘણી જડતા વ્યાપી રહેલી જણાય છે. તેને દૂર કરવા દરેક દેશદાઝવાળા હિંદવાસીએ મથન કરવું જોઈએ. ( ૫. સી. આર. દાસ, મેતીલાલ નહેરુ જેવાનાં ઉદાર ચરિત્રો ગમે તેવા કઠણ દિલના સુખશીલ જનેનું હૃદય હલાવીપીગાળી નાંખે એવાં છે. એવાં અનેક નર અને નારીરને ત્યાગ-સંયમની વેદી ઉપર નિઃસ્વાર્થપણે આત્મભેગ આપી ગયાં છે. એનું ઊંડું રહસ્ય શાંતચિત્તે નિષ્પક્ષપણે વિચારી
નાનું હૃદય હ
-સંયમની વેલી છે. એવાં અને