________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૭૭ ] ચરબી તૈયાર થાય છે. તેવી ચરબીના દોષ–કલંકથી ખરડાયેલાં વસ્ત્રો ઉપર કેવળ દયાધર્મની દષ્ટિથી જ વિચાર કરતાં એક ક્ષણવાર પણ મેહ રાખો કઈ પણ દયાળુ ભાઈ–બહેનને ઉચિત નથી, તે પછી ઉપદેશક અને ત્યાગી ગણાતા સાધુ-સાધ્વીએને તે તે ઓટો મોહ તેવી ભ્રષ્ટ–દેષિત વસ્ત્રાદિક ઉપર રાખવે. કેમ જ ઘટે? તેમણે તે દરેક શુભ પ્રસંગે આમવર્ગને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે આજસુધી આ વિદેશી વસ્ત્રોની બનાવટમાં કેવી ભ્રષ્ટ ચીજો વપરાય છે તે અંધારામાં રહ્યાથી જ અમે તે દોષથી બચી ન શક્યા, પરંતુ હવે તે બધું દીવા જેવું સ્પષ્ટ થવાથી અમે ગમે તે ભેગે શુદ્ધ સ્વદેશીની જ ભાવનાને રક્ષીશું અને પિષીશું. અમને હવે પછી કોઈ પણ જેન ગણાતા શ્રાવક-શ્રાવિકાએ વિદેશી વસ્ત્ર વહેરાવવું જ નહીં. તેમ છતાં કોઈ મુગ્ધજનો તેવાં વિદેશી વસ્ત્રો વહારવા વિનંતિ કરશે તે તે અમે સ્વીકારી શકશું નહીં. જાતે સુખશીલતા તજ્યા વગર બીજા ઉપર સારી છાપ પાડી શકાય નહી, એ વાત ખૂબ લક્ષમાં રાખવી જોઈએ.
૫. જૈનધર્મ પ્રત્યે એટલે તેનાં પવિત્ર દયામય ફરમાને પ્રત્યે તથા તેનું પાલન કરવા બંધાયેલા ત્યાગી સાધુ-સાધ્વીઓ પ્રત્યે સદભાવ જગાડવા સહુએ શુદ્ધ સ્વદેશીમાં જ રંગાવું જોઈએ.
[આ. પ્ર. પુ૨૧. પૃ. ૭૮.]
* * લગભગ સોળ વર્ષ ઉપર જ્યારે સ્વદેશી વસ્તુ માત્રની હિલચાલ પૂરજોશમાં ચાલતી હતી ત્યારે સમુદ્ર કપૂરવિજયજી મહારાજે જૈન સમાજને ઉદ્દેશીને વિદેશી વસ્ત્ર વિગેરે માટે બે બેલ લખેલા તે ચાલુ સમયમાં પણ ઉપયોગી હોવાથી અહીં લીધા છે. '