________________
[ ૨૭૬ ]
શ્રી કર્ખરવિજયજી
ભાઈ–બહેને સત્સમાગમથી સ્પષ્ટ સમજી લેવા ખપ કરશે તો હજી સુધી તેને સર્વાશે સ્વીકાર કરવામાં જે સંકેચ રહ્યા કરે છે તે રહી શકશે નહિં. અરે ! આમાં છુપાઈ રહેલા અનેકવિધ લાભ તેમને સ્પષ્ટ સમજાશે ત્યારે ગમે તેવી લાલને લાત મારીને શુદ્ધ સ્વદેશી ભાવનાનું જ રક્ષણ અને પિષણ કરવું તેમને જરૂર ગમશે. તે એટલે સુધી કે ગમે તેવા પ્રસંગમાં તેઓ શુદ્ધ સ્વદેશીને જ પસંદ કરી વળગી રહેશે અને બીજા ભોળા મુગ્ધ જનોને પણ તેમ કરવા નમ્રભાવે વિનવશે–સમજાવશે.
૪. જેન વેતાંબર સંપ્રદાયમાં માર્ગદર્શક (ઉપદેશક) તરીકે મુખ્યપણે સાધુ-સાધ્વીઓ જ ગણાય છે. તેમાંને માટે ભાગ આ શુદ્ધ સ્વદેશીની હીલચાલથી તદ્દન વિરુદ્ધ તો નહીં પણ તેથી અલગ રહેલે જણાય છે. તે વ્યાજબી થતું કે થયું લાગતું નથી. કેવળ અર્થદષ્ટિથી નહીં તે ધર્મ—નીતિની દષ્ટિથી જતાં પણ તે સહુએ લગારે સંકોચ વગર શુદ્ધ સ્વદેશીને તરત જ સ્વીકાર કરવો જોઈએ, કેમકે તેવાં શુદ્ધ સ્વદેશી વસ્ત્રો હવે જ્યાં ત્યાં મળવા સુલભ છે, એટલું જ નહીં પણ કેટલાક દેશહિતેષી જેનયુવકો તથા કેટલાક કુટુંબે તેવાં શુદ્ધ વસ્ત્રો જાતે વાપરતાં હોવાથી સાધુ-સાધ્વીઓને તેને લાભ લેવા વિનવે છે. આવે વખતે ત્યાગી ગણાતા આપણા સાધુ-સાધ્વીઓ વિદેશી, ભ્રષ્ટ વસ્ત્રોને મોહ તજી શુદ્ધ સ્વદેશીને સ્વીકાર નહીં કરે તો તેમને વધારે ને વધારે નિંદા–ટીકાપાત્ર થવું પડશે. જે સમયને ઓળખી ચાલે તે જ સાધુ લેખાય.
એકલા હિંદને માટે જ ખપ પૂરતાં વસ્ત્રો વણવામાં આવે છે, તેને કાંજી ચઢાવવા નિમિત્તે પ્રતિવર્ષ લગભગ એક ફ્રોડ જાનવરની