________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૭૫ ] ૫૧. હજારે ઉપદેશવચને સાંભળ્યા કરવા કરતાં તેમાંનાં ડાં પણ ગુણકારી વચને વર્તનમાં મૂકવાં તે વિશેષ કલ્યાણકારી છે. સાકરની ખરી મીઠાશ ચાખનારને મળે છે, સાકર મીઠી છે તેવી વાતો કરનારને નહિ.
[આ. પ્ર. પુ. ૩૧, પૃ. ૨૪૪.]
શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિકનો સ્વીકાર કરી લેવા
જૈન સમાજને નમ્રપણે બે બેલ ૧. શુદ્ધ સ્વદેશી વસ્ત્ર જ બહાળે ભાગે વાપરવાં અને તેનો બને તેટલે કુટુંબ-કબીલાદિકમાં પ્રેમથી પ્રચાર કરવા આખા હિંદમાં ખુબ જોશભર હીલચાલ ચાલી રહી છે, તેમ છતાં જેનસમાજને મોટો ભાગ હજી સુધી કેમ પ્રમાદવશ પડી રહ્યો છે? આ પ્રશ્ન હિંદનું હિત હૈયે ધરનારના મનમાં સહેજે થવા પામે છે. તેનો વ્યાજબી ઉત્તર આપવા કેઈ તૈયાર છે?
૨. સદ્ભાગ્યે જૈન યુવાનોમાંના અમુક ભાગને કે જેમણે સ્વદેશી હીલચાલ પસંદ પડવાથી તેનો સ્વીકાર જાતે કરી પોતાના કુટુંબ-કબીલાદિકમાં તે દાખલ કરવા કંઈક પ્રયાસ સેવ્યો જણાય છે, તેથી કંઈક શુભ આશા બાંધી શકાય છે.
૩. હિંદના દરેક શહેર કે ગામમાં થોડેઘણા પણ શુદ્ધ સ્વદેશીને પ્રવેશ થઈ ચૂક્યું લાગે છે, સ્વદેશી ભાવના વધી છે, એટલે દરજે વિદેશી વસ્ત્રાદિક ઉપરનો મેહ ઘટ્યો ગણાય ધર્મ, નીતિ અને અર્થની દષ્ટિથી આ સ્વદેશી ભાવના ઘણું હિતકર અને સ્પષ્ટ સમજાય તેવી અમને લાગે છે. તેમ બીજા