________________
[ ર૭૪ ]
શ્રી કરવિજયજી ૪૨. વસ્તુતત્વને યથાસ્થિત સમજી લીધા વગર ખાલી મેક્ષની ઈચ્છા રાખવાથી શું વળે?
૪૩. સંસારચકને માર્ગ પ્રમાદવાળે છે અને મોક્ષને માર્ગ પ્રમાદ વગરને છે. * ૪૪. કામ અને અર્થ પાછળ જીવ જે પરિશ્રમ કરે છે તેવો પરિશ્રમ મેક્ષ માટે કરે છે તે જરૂર મળે.
૪૫. અન્ય જીવોને જેટલી શાંતિ આપશે તેટલી તમને મળશે.
૪૬. જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. જે જાળને ટુંકાવશે તે જિંદગી લાંબી ને રસમય લાગશે.
૪૭. સુગમમાં સુગમ એ કલ્યાણ–માર્ગ જીવને પ્રાપ્ત થે આ દુષમ કાળમાં અત્યંત દુષ્કર છે.
૪૮. જ્યાં સુધી સાંસારિક પદાર્થમાં અત્યંત રાગ હોય ત્યાં સુધી પરમાર્થને માર્ગ પ્રાપ્ત થ ઘણું કઠણ છે.
૪૯. દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અનંતગણું ચિંતા આત્માની રાખવી જોઈએ, કેમ કે ચિંતામણિ રત્ન સરખા આ દુર્લભ માનવદેહમાં અનેક ભવનાં કર્મ સવિવેકથી ટાળી શકાય છે.
૫૦. અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર (આનંદ) અને વીર્યથી અભિન્ન એવા આત્માની એક ક્ષણ પણ વગર વિચારો નકામી જવા દેવી નહિ. સદ્ભાગી સુવિવેકી મુમુક્ષુઓ જ તેને પૂરો લાભ મેળવી શકે છે.