________________
લેખ સંગ્રહ : ૪
[ ૭૩ ] - ૩૪. બધાં મનુષ્ય આપણા વિચારનાં કયાંથી થાય? વિશાળ દિલના થઈ સહુ સાથે નિભાવી લેવું ઘટે. -
' ૩૫. પ્રભાતમાં. પરમાત્માની નિષ્કામ સ્તુતિ કરવી અને ઉચ મને રથપૂર્વક એવી પ્રાર્થના કરવી કે મારા માતા, પિતા, ગુરુ, શત્રુ, મિત્રો વિગેરે સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાઓ, સઘળા દેષ-અપરાધ નષ્ટ થાઓ, સર્વે પર કારરસિક થાઓ અને સર્વે સર્વત્ર સુખી થાઓ.
૩૬. મન પવિત્ર થયા વગર જ્ઞાન-વૈરાગ્યને ખરે રંગ ચઢતે નથી.
' ૩૭. જેવી મતિ હશે તેવી જ ગતિ થશે. કર્મને અટલ નિયમ કેઈને કદાપિ પણ છોડશે નહિ.
૩૮. દેહાધ્યાસ એટલે શરીર પરની મમતાને ત્યાગ કર અને પિતાને આત્મા પરમાત્મા સમાન છે અને અનુભવ કરે. જ્યાં સુધી દેહાદિક જડ વસ્તુઓમાં મમતા હોય ત્યાં સુધી એ અનુભવ ક્યાંથી થાય? : ૩૯. શસ્ત્રાદિ ભણવું તે દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપને ઓળખવું એ ખરું પારમાર્થિક જ્ઞાન છે. * : ' .
૪૦. કૃતન્નતા સમાન મહાદોષ નથી અને કૃતજ્ઞતા સમાન કઈ ગુણ નથી. . .
૪૧. ગુણની પ્રાપ્તિ જેટલા દુર્લભ નથી તેટલી ગુણીજનના ગુણની અનુમોદના કરવી દુર્લભ છે. • • •
૧૮