________________
[ ૨૭૨ ]
શ્રી ક્યૂરવિજયજી . ૨૫. ધનમાં, મોજશેખમાં અને ખાવાપીવામાં સંતોષ રાખવો સારે, પણ જ્ઞાન–દાન અને ઘમ–અભ્યાસમાં તે જેમ બને તેમ વધારે કરાય તેમાં લાભ છે.
૨૬. જેનાથી દુઃખ માટે તેની જ પાસે હૃદય બોલવું. જેની તેની પાસે હૃદય ખેલવાથી હલકાઈ થાય છે.
૨૭. અફીણ કરતાં કરજ ભૂંડું. અફીણ ખાનારને જ મારે ત્યારે કરજ તેના વંશજોને મારે છે..
૨૮. ઉત્તમ પુસ્તકો સત્સંગ જેવું કામ કરે છે ત્યારે - ખરાબ પુસ્તકો સત્સંગની અસર ભૂંસી નાંખે છે.
૨૯. ધર્મનું મૂળ વિનય છે. ખરા દિલથી વડીલે, સજને અને ગુરુજનોને વિનય સાચવે.
૩૦. ઉપગારીને ઉપગાર ભૂલી જનારમાં માણસાઈને ગુણ રહી શકતો નથી. અરે ! પશુઓ પણ ઉપકારને બદલે વાળે છે તે બુદ્ધિમાન માણસોએ એને ભૂલ કેમ જોઈએ? - ૩૧. જો તમારે પવિત્ર જીવન ગુજારવું જ હોય તે અંતઃકરણને પવિત્ર કરવા પૂરતા પ્રયત્ન કરો. * ૩૨. પરમાત્મા પરમપવિત્ર પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લા હદયના નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ. “રંજન ધાતુ મેળાપ.” “કપટરહિત થઈ આતમ અરપણે રે.” એ વાક્ય મનન કરવા જેવા છે. ..
૩૩. સત્યવ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. એક વાર જૂઠું બેલવાથી પ્રમાણિકપણામાં ખામી આવે છે. . . . . !