________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૬૯ ] સદ્દબેધ-સનીતિદર્શક વચનામૃત ૧. જીવનની એકે ક્ષણ કરેડે સેનામહોરોથી પણ ખરીદી શકાતી નથી તેથી એવી અમૂલ્ય ક્ષણોને વ્યર્થ ગુમાવવા જેવી બીજી કઈ નુકસાની છે? કેઈ નથી.
૨. સદુદ્યોગ સર્ભાગ્યને સહદર છે તેથી આજે બને તે કાલ ઉપર રાખો નહીં.
૩. વખત કુદરતનો ખજાનો છે, ઘડી ને કલાકે તેની તીજોરીઓ છે, પળે ને ક્ષણે તેના કિંમતી હીરા છે એમ સમજી તેને જેમ તેમ મૂર્ખાઈથી વેડફી નાખશે નહીં.
૪. જ્ઞાન અને વિવેક ખરી આંખે છે. એના વિના માણસ છતી આંખે આંધળે છે. તે હણને લઈને જીવ દુર્ગતિના ઊંડા ખાડામાં પડે તેમાં નવાઈ જેવું શું છે? - પ. ઑકટર, બેરીસ્ટર કે ફેસરની ડીગ્રી મેળવવા માત્રથી કેળવણીને હેતુ પૂરો થતો નથી, પણ સેવારસિક બનીને સ્વપશ્રેય સાધવાથી તેને ખરે હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન અને ઇદ્રિયોને કાબુમાં રાખવાનું શિખાય તે જ ખરી કેળવણું સમજવી.
દ. જે માણસ પોતાની ઈચ્છાને કાબુમાં રાખી શકે નહીં તે જગતમાં વિજય મેળવી શકે નહીં. ( ૭. સમાજસેવા ને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે, કેમ કે જગતનાં સર્વ પ્રાણીઓને આત્મવત, ગણે, પરધનને પથ્થર સમ ગણે અને પરસ્ત્રીને સ્વમાત તુલ્ય ગણે તેનાથી જ આત્મસેવા થઈ શકે છે.