________________
[ ર૬૮]
શ્રી કપૂરવિજયજી દોષ ન હોય તથા શુદ્ધ પાત્રને જેવાથી થયેલ હર્ષજનિત રોમાંચવડે જેનું શરીર દેદીપ્યમાન હોય તે વિવેકી આત્મા ફળની ઈચ્છા વગર જે દાન આપે તે દાતૃશુદ્ધ દાન કહેવાય છે.
૨. દેયદા–ન્યાયનીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી બનાવેલું, નિર્દોષ અને પિતાની માલીકીનું ઉત્તમ અન્નાનાદિ સત્પાત્રને વિષે, વિધિપૂર્વક દેવામાં આવે તે દેયશુદ્ધ દાન કહેવાય છે. * ૩. ગ્રાહકશુક્ર–આગમમાં કહેલા ઉત્તમ ક્ષેત્રમાં ( ઉત્તમ સત્પાત્રમાં) દીધેલા દાનને યથાવિધ ઉપયોગ થાય તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે.
તેવી જ રીતે વળી દાનમાં (૧) ચિત્તશુદ્ધિ, (૨) વિત્તશુદ્ધિ અને (૩) પાત્રશુદ્ધિ હોય તે પણ લાભ થાય. . ૧. ચિત્તશુદ્ધિ–ચિત્તની પ્રસન્નતા, ભાવની વૃદ્ધિ, ઉલ્લાસપૂર્વક નિ:સ્વાર્થપણે દેવામાં આવતા દાનને ચિત્તશુદ્ધિ દાન કહેવામાં આવે છે. તે
'૨. વિત્તશુદ્ધિ–ન્યાયપાર્જિત, નિર્દોષ એવું સ્વકીય દ્રવ્યથી નીપજાવેલ અન્નપાનાદિનું દાન કરવું તેને વિત્તશુદ્ધિ દાન કહેવામાં આવે છે. •
૩. પાત્રશુદ્ધિા–શાસ્ત્રોક્ત યથાયોગ્ય પાત્રનો યોગ પામીને સંચમની રક્ષાને માટે. (સંયમની વૃદ્ધિ માટે) દેવાતું દાન તે . પાત્રશુદ્ધિ દાન લેખાય છે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩.]