________________
[ ૨૭૦ ]
શ્રી કરવિજયજી
૮. પ્રશંસાની ઇચ્છા રાખેા નહીં પણ પ્રશંસા થાય તેવાં કાર્યો પ્રેમથી કરતા રહેા. કીર્તિ સત્કાર્યની સાથે જ રહે છે, છતાં નિષ્કામ નિ:સ્વાર્થ સેવા કરનાર તેની પરવા કરતા નથી.
૯. જો તમારે માટા થવું હાય તેા પ્રથમ નાના—લઘુ અનેા. ઊંડા પાચા નાખ્યા વિના માટું મકાન ચણી શકાતું નથી, તેમ જ તેમાં સુખપૂર્વક રહી શકાતુ નથી.
૧૦, મેટાઇનું માપ ઉમ્મરથી કે શ્રીમંતાઇથી નહીં પણ અક્કલથી ને ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા તથા ઉદાર અને અને ડહાપણભર્યા ને ઉદારતાવાળાં કાર્ય કરે.
૧૧. તલવારની કિંમત મ્યાનથી નહીં પણ તેની ધારથી થાય છે, તેમ માણસની કિંમત ધનથી નહી પણ સદાચારથી થાય છે; માટે જેમ ખને તેમ પ્રમાદ ત્યજી સદાચરણુપરાયણ રહેા.
૧૨. વેર લેવું એ હલકાઇનું કામ છે જ્યારે ક્ષમા કરવી એ મેાટાઇનું કામ છે. વૃક્ષેા પથ્થર મારનારને પણ ફળે આપે છે. * વેરથી વેર શમતું નથી પણ ખરા પ્રેમથી તે શાન્ત થઇ શકે છે.’
૧૩. વાદળાં વરસે ત્યારે અને વૃક્ષે ફળે ત્યારે નીચા નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી તેવા સમૃદ્ધિના સમયમાં વધારે નમ્ર મને તે જ સજ્જન લેખાય.
૧૪. વરસાદ માગ્યા વગર વસે છે તેમ સજ્જને માગ્યા વગર પેાતાને પ્રાપ્ત સમૃદ્ધિ પરોપકારવાળાં કાર્યોમાં ખર્ચે છે, “અને તેને સફળ કરી સ્વમાનવજીવનને સાર્થક બનાવે છે.
૧૫. ઊંચ પદવી કે અધિકાર પામીને ગરીમેાની દાદ સુણે