________________
[ ૨૯ ]
શ્રી. કરવિજયજી - પ. જે પુરુષ શરૂઆતમાં કદાચ ઇન્દ્રિયોને વશ કરી શકે હેય પણ પાછા મેહનીયકર્મના પ્રાબલ્યથી વિષમાં આસક્ત થાય છે તે બાળ (મંદ) પુરુષ કઈ પણ કર્મબંધનથી છૂટે થઈ શક્તો નથી, તથા કઈ પણ કર્મપ્રપંચથી રહિત થઈ શકતું નથી.
૬. જ્ઞાનવંત અને પરમાર્થદશી પુરુષે આરંભથી દૂર રહે છે, તેમની આ રીત ઘણું પ્રશંસનીય છે; કેમ કે આરંભથી જીવને વધ–બંધનાદિક ભયંકર દુખે તથા અસહ્ય પીડાઓ જોગવવી પડે છે.
૭. તેથી મુનિજનેએ કોઈપણ બહારના પ્રતિબંધો કાપીને મેક્ષમાર્ગ તરફ લક્ષ રાખવું અને આરંભને ત્યાગ કરી વર્તવું.
૮. કરેલાં કર્મનાં ફળ ભેગવવાં જ પડે છે એમ સમજીને આગમ–તત્વના જાણનાર મુનિજનોએ કર્મના બંધથી દૂર જ રહેવું.
૯. જે પુરુષો ખરેખરા પરાક્રમી, સત્યવૃત્તિની રીતિઓથી વર્તનારા, જ્ઞાનાદિ ગુણામાં રમનારા, હમેશાં ઉદ્યમવત, કલ્યાણ તરફ દઢ લક્ષ રાખનારા, પાપથી નિવર્સેલા–પાછા હઠેલા અને યથાર્થપણે લોકને જેનારા હતા–હોય છે, તેઓ ગમે ત્યાં રહેતાં છતાં સત્યને જ વળગી રહેનારા હોય છે. ૧૦. તેવા તત્વદશી પુરુષોને ઉપાધિઓ રહેતી નથી.
- [આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭ર.]