________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૬૫ ] એટલે ઊલટું જ હોય છે. તેમને તથાવિધ મોહક વિષને સંગ મળતાં અત્યંત રાગ–આસક્તિવશ અંધ બની દુઃખે નિવારી શકાય એવા કિલષ્ટ કર્મો બાંધવાનું બન્યા કરે છે, તેમ જ તેવા વિષયોની ગેરહાજરીમાં પણ તેની ઝંખના કરતા રહી તેઓ કેવળ મોહવશ ભારે કર્મબંધ કર્યા કરે છે. સુજ્ઞાની– વૈરાગી અને તે તથાવિધ ભેગસામગ્રીના ભેગસમયે પણ તેમાં ઉદાસીન દશા રાખતા હોઈ કર્મનિર્જરા જ કરતા રહે છે. મધુબિંદુના દષ્ટાંતે મુગ્ધ અજ્ઞાની અને કુત્સિત વિષયસુખમાં મગ્ન થઈ રહે છે અને કદાચ દેવગે કેઈ ઉપકારી મહાત્મા તેમને તેવા કુત્સિત વિષયોનો સંગ છેડી સાચા સુખને માગે ચાલવા બોધ આપે છે ત્યારે પણ તેઓ તેને યોગ્ય આદર નહિ કરવાથી દુઃખથી છૂટી શકતા નથી.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૦૯. ]
સંયમ માર્ગમાં સુસ્થિત-સ્થિર રહેવા માટે. ૧. મુનિએ સઘળી સાંસારિક જંજાળ છોડી, ઉપશમપૂર્વક શરીરનું અનુક્રમે વધતા વધતા તપથી દમન કરતા રહેવું.
૨. એટલા માટે પરાક્રમી મુનિએ શાંત મનથી સંયમમાં રાગ ધરી, સમિતિ ગુણિને ધારણ કરી સદા પ્રયત્નવંત રહેવું. . ૩. મુક્તિ મેળવનાર વીર પુરુષોને માર્ગ ઘણો વિક્ટ છે.
૪. જે પુરુષ બ્રહ્મચર્યમાં દઢ રહીને શરીરને તપથી દમે છે તે જ વીર પુરુષ મુક્તિ મેળવનાર છે અને તે જ માનનીય ગણાય છે.