________________
[ ૨૫૬ ]
શ્રી કરવિજયજી ધર્મના અનુયાયી માટે–જે ધર્મમાં આપણે જન્મ થયું હોય તેમાંથી કંઈ સારું તત્ત્વ શિખવાનું લક્ષ્ય રહેવું જોઈએ. આપણે એવું પવિત્ર જીવન ગાળવું જોઈએ કે આપણે લીધે તે ધર્મની પ્રતિષ્ઠા વધવા પામે. ધર્મ પાળનારી વ્યક્તિ ઉપરથી મોટે ભાગે તે ધર્મની કિંમત અંકાય છે.
વિશ્વપ્રેમ જાગૃત કરવા માટે–સંપૂર્ણ જગત્ પિતાના કુટુંબતુલ્ય છે એ ભાવના રાખવી. આવું વચન ઉચ્ચારવાનું કામ સરલ છે, પણ તેને જીવનમાં ઉતારતાં પહેલાં પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ. ગૃહસુધારણા પૂર્વે પણ સ્વસુધારણાની ખાસ જરૂર છે. એમ કરાય તે જ વિશ્વપ્રેમ સંબંધી ભાવન કમેક્રમે સાર્થક થઈ શકે. .
સ્વકર્તવ્યનિષ્ઠા માટે–કર્તવ્યનિષ્ઠાનો માટે લાભ એ છે કે મનુષ્યને એથી શ્રેષ્ઠ સંગ મળે છે, અધિક હિત કર્તવ્ય કરવા આંતરપ્રેરણા મળે છે અને ઉત્સાહ વધે છે. “મે મારું કર્તવ્ય ઠીક બનાવ્યું છે” એ વિચારથી ઉત્પન્ન થતા આંતરિક સંતેષની કિંમત કોણ આંકી શકે?
સારાં કામમાં બનતે યત્ન કર ” એટલેઘણું વાર આપણું શક્તિ ઉપરાંતનાં ઘણું કામ આપણે હાથ ધરીએ છીએ. તેનું પરિણામ એ આવે છે કે આપણા મનને સંતેષ ઉપજે તેવી સારી રીતે એક પણ કામ કરી શક્તા નથી, જેથી નિરાશા પેદા થાય છે. જે આપણામાં કામ કરવાની વિશેષ શક્તિ જ હોય તો થોડું કામ કરી આળસુ થઈ પડી રહેવું નહિં પણ ફેમેમે થોડું થોડું કરતાં રહેવું. તેમ જ આપણે જેટલાં કામ સારી રીતે કરી શકીએ તે કરતાં વધારે