________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૫૭ ] કામ હાથ ધરવાં નહિ. આપણે દરેક હિત-કર્તવ્ય આનંદપૂર્વક અને હિમ્મત રાખીને કરવું જોઈએ. એ સુખની ચાવી છે.
અપ્રમાણિકતા તજવા માટે—આપણી વાણી, વર્તન કે આચરણથી બીજે છેતરાય એવું બોલવું, વર્તવું કે આચરણ કરવું એ બધું અપ્રમાણિકતામાં સમાઈ જાય છે.
ધંધાને અંગે અપ્રમાણિકતા વધારે ચલાવાય છે. શાખઆબરુ–પ્રતિષ્ઠાની કિસ્મત શી છે? તે મનુષ્ય લાભને અંગે ભૂલી જાય છે. તમે કદાચ થોડા વખતને માટે થોડાં માણસોને છેતરી શકશો, પણ વખત જતાં તે છેતરપીંડી ચાલશે નહિં; તેથી તમારી અપ્રમાણિકતાની છાપ ચારે બાજુ ફેલાય છે અને તમે કલ્પના પણ ન કરી હોય તેવી રીતે તમારી પેઢીને બેસી જવાને યા તો આબરુ ગુમાવવાને દુઃખદાયક પ્રસંગ આવી મળે છે, પરંતુ સંતોષવૃત્તિથી પ્રમાણિકપણે વર્તનારાઓને આ દુઃખદ પ્રસંગ આવતો નથી.
પ્રમાણિકતા સાથે કાર્યદક્ષતા આદરવા માટે– પ્રમાણિક્તાથી ધન કમાતાં શરૂઆતમાં વાર લાગશે, પણ જ્યાં એક વાર માણસની શાખ-પ્રતિષ્ઠા બંધાઈ જાય છે ત્યાં તેને વેપારધો ધમધોકાર ચાલે છે. મનુષ્યને પ્રમાણિકપણે ધન કમાવાની ધીરજ રહેતી નથી, એકદમ વધારે લાભ લેવા અપ્રમાણિક સાધનને આશ્રય લે છે. તેનું કેવું દુ:ખદાયક પરિણામ આવે છે તે આપણે નજરે જોઈએ છીએ. - મનુષ્ય અન્યાયથી એક બીજા મનુષ્યને છેતરે છે અને મનમાં માને છે કે હું અમુક કમાયે. ખરી વાત, પણ તેણે ખાયું “- -૧૭ - - - - - - - - - - -