________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૫૫ ]
ન
દાન પરત્વે શિખામણ—પાસે ધન છતાં દાન દઈ ન શકે, દાન દે છતાં સાથે વાણીની મીઠાશ ન રાખે એ અંતરાય અને અવિવેકનું પરિણામ જાણવુ. કારણ કે પ્રિયવચન સાથે ઉદારતાથી યથા સ્થાને વિવેકપૂર્વક દાન દેનારા સંસારમાં કઇ વિરલા જ નજરે પડે છે.
જેમ કાઇક વૃક્ષને ફળ પુષ્કળ આવે પણ શીતળ છાયા ન મળે, કાઇક વૃક્ષની શીતળ છાયા હૈાય પણ સુસ્વાદુ ફળ ન એસે, કેઇ ને કેાઇ વાતની ખામી રહેલી હેાય છે. શીતળ જળ, સુસ્વાદ ફળ અને શીતળ છાયાવાળાં ઘટાદાર વૃક્ષેાયુક્ત સરાવર કાઇક જ સ્થળે હાય છે.
સાત પદાર્થોની વૃદ્ધિ—૧. સત્કીર્તિ, ૨. સુકુળ, ૩. સુપુત્ર, ૪. વિવેક—કળા, ૫. સુમિત્ર, ૬. સદ્ગુણ અને ૭. સુશીલ. એ સાતની વૃદ્ધિથી જીવને ધર્મ-વૃદ્ધિ થવા પામે છે.
હૃદયમાં ધારવા ચેાગ્ય સાત પદાર્થ—૧. ઉપગાર, ૨. ગુરુ-વચન, ૩. સ્વજન અથવા સજ્જન, ૪. સુવિદ્યા, ૫. ગ્રહણ કરેલાં વ્રત-નિયમ, ૬. વીતરાગ દેવ, અને છ, નવકાર મહામંત્રએ સાત વાનાં કદાપિ વીસરવાં નહીં.
ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ—એ દરેક પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ એ પ્રકારે હાઈ શકે છે. કાઇ પણ કાર્યની સિદ્ધિ માટે ક્રમસર એની જરૂર રહે છે, એના વગર કોઇ પણ કાર્ય ની સિદ્ધિ થઇ શકતી નથી. એ સંબધી વિશેષ હકીકત ગુરુગમ્યથી કે ગ્રંથાંતરથી સ્વયમેવ જાણી લઇ અપ્રશસ્તભાવ તજવાના ખપ કરી પ્રશસ્તભાવ આદરવા સાવચેત થવુ જેથી ઇષ્ટ કાર્યસિદ્ધિ થઇ શકે.