________________
[ ૨૫૪]
- શ્રી કપૂરવિજયજી સાધુજનને આચરવાની સાત માંડેલી–૧. સૂત્રગ્રહણ, ૨. અર્થ–ગ્રહણ, ૩, ભજન–ગ્રહણ, ૪. કાળ-પ્રતિલેખન, પ. આવશ્યક–પ્રતિક્રમણ ૬. સ્વાધ્યાય અને ૭. સંથારાપોરસી (શયન) સંબંધી. એમ સાત માંડલી કહી છે. ઉક્ત કરણી પ્રસંગે એકસ્થાનવતી સહ સાધુ-સાધ્વીઓ પ્રેમભાવે સાથે મળીને ઉક્ત માંડલીની મર્યાદા સાચવી શકે છે. છતી શક્તિએ તેનો અનાદર કરવાથી તેની વિરાધના કરી લેખાય છે.
પૃથ્વીમાં ભૂષણરૂપપુરુષ–૧. શક્તિવંત છતાં ક્ષમાશીલ હોય, ૨. શ્રીમંત છતાં ધનના મદ રહિત હોય અને ૩. વિદ્વાન છતાં જ્ઞાનના ગર્વરહિત-નમ્ર હોય તેમનાથી પૃથ્વી ભૂષિત–અલંકૃત છે. . સજજન સ્વભાવ-૧. પરની નિન્દા કે હાંસી કરતા નથી. ૨. સ્વપ્રશંસા યા તો આપવખાણ પોતે કરતા નથી. ૩. પ્રસંગ મળતાં પ્રિય અને હિતવચને જ વદે છે. આ સજનસ્વભાવ ખાસ અનુદન અને અનુકરણ યોગ્ય છે. વળી મેઘના જળ, ચંદ્રની ચાંદની અને ઉત્તમ વૃક્ષેનાં ફળની જેમ ઉત્તમસજનની સઘળી સમૃદ્ધિ પરોપકાર માટે જ હોય છે.
ઉત્તમ મનુષ્ય–અકાર્ય કરવામાં આળસુ-અનાદરવંત હોય, પરને પીડા ઉપજાવવામાં પાંગળા હોય, પરનિન્દા કરવામાં મૂંગા ને સાંભળવામાં બહેરા હોય, અને પરસ્ત્રી સન્મુખ દેવામાં જન્માન્ય હોય એવાં આચરણથી ઉત્તમતા આવે છે–વધે છે. , પરીક્ષા-શિષ્યની પરીક્ષા વિનયમાં, સુભટની પરીક્ષા ચુદ્ધ-સંગ્રામમાં અને મિત્રની પરીક્ષા સંકટમાં થવા પામે છે, તેમ દાનના દાતારની પરીક્ષા દુષ્કાળ પ્રસંગે થવા પામે છે.