________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૫૩ ]
પ્રકીણ માધવચા
તજવાયેાગ્ય નાશકારક પાંચ દૂષણા-૧. જ્ઞાનને ગ, ૨. બુદ્ધિની મંદતા ( જડતા ), ૩. ક્રૂર-કઠાર વચન, ૪. રૂદ્રભાવ ( રૌદ્ર-નિ ય સ્વભાવ ) અને ૫. આળસ–પ્રમાદ–એ પાંચ નાશકારક દૂષણે। આત્માની ઉન્નતિ ( ઉદય ) ઇચ્છનારાએ અવશ્ય તજવાં જોઇએ. અર્થાત્ ઉદયાથી જીવેાએ ૧. જ્ઞાનને ગવ કરવા નહીં. ૨. મદબુદ્ધિવાળા થવું નહીં. ૩. કઠાર–કટુ વચન ખાલવાં નહીં. ૪. ખીજાનું અનિષ્ટ ઇચ્છવું—ચિન્તવવુ નહિ અને અનતા સુધી રૌદ્ર પરિણામ સેવવા-આદરવા નહીં. તેમજ ૫. આળસ-પ્રમાદ અંગે ધારવાથી દૂર રહેવુ.
સુશ્રાવકતા—આ લેાક કે પરલેાક સંબધી ફળની આશંસા રહિતપણે, ઉદાર ભાવયુક્ત, હ –પ્રક વશ રોમાંચિત સત્તા સુશ્રાવક વીતરાગ પ્રભુની દ્રવ્યભાવથી પૂજા-ભક્તિ કરે તેમ જ સાધીજનાનું વાત્સલ્ય સાચવે. તે જ તેનું સાચું શ્રાવકપણું જાણવું.
દશ પ્રકારનાં પુન્યક્ષેત્રે!—૧. જિનમ ંદિર, ૨ જિનખિય, ૩. જિનઆગમ, ૪–૭. ચતુર્વિધ સ*ઘ, ૮. દીન-દુ:ખીજનાને આશ્રય દાન, ૯. જ્ઞાન-દર્શન–ચારિત્રને પુષ્ટિકારી પાષધશાળા, અને ૧૦. ઉક્ત સર્વક્ષેત્રાને સહાયક થાય એવું સાધારણ દ્રવ્ય,
વવા ચાગ્ય નવ નિયાણા-અન્ય ભવમાં ૧. રાજા, ૨. ધનવાન, ૩. સ્ત્રી, ૪. પુરુષ, ૫. સામાન્ય દેવ, ૬–૭. અલ્પ વિષયવાસનાવાળા અને વિકાર વિનાના દેવ, ૮. શ્રાવક અને ૯. નિધન થવા માટે પાતે કરેલી ધર્મ કરણીના ફળરૂપે માગણી કરવી. એ નવેનિયાણાં સુજ્ઞજનાએ કરવા ચેગ્ય નથી. એવા ફળની ઇચ્છા જ વવી.