________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૪૭ ] મને વારંવાર આવ્યા કરે છે–વખતેવખત તેમ કરવાની મને, ફરજ પડે છે.
૧૦. જે તમને નેતા થવાની ઈચ્છા હોય તો પ્રથમ સોના સેવક બને.
૧૧. શક્તિ વિના જગતને ઉદ્ધાર નથી થતું, શક્તિ વગર કંઈ જ થઈ શકે નહીં.
૧૨. પરોપકારવૃત્તિ આવ્યા વગર પિતાની મુક્તિની ઈચ્છા રાખવી એ જ અઘટિત છે. પરને અર્થે જેણે સર્વસ્વ આપી દીધું તે જ મુક્ત થાય છે..
૧૩. દોષો અને ખામીઓથી ભરપૂર હોવા છતાં એક માત્ર. હિદની જ ભૂમિ એવી છે કે જ્યાં જીવાત્મા મુક્તિ સંપાદિત કરી શકે છે–પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.
૧૪. આ બધે પાશ્ચાત્ય ભભકો મિથ્યા ગર્વ માત્ર છે, તે. આત્માને માટે કેવળબંધન કર્તા જ છે.
૧૫. સત્ય જ માત્ર એકલું ચિરંજીવ છે. ભગવાન સત્ય દેવ ! તું મારો માર્ગદર્શક થા ! ,
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૯૭, ]