________________
[ ૨૪૬ ]
શ્રી પૂરવિજયજી આત્મહિતૈષી જનોને ઉત્તેજક વચનો. ૧. અનંત વીર્ય, અનંત ઉત્સાહ, અનંત સાહસ અને અનંત પૈર્યની અપેક્ષા રાખે; તે જ મહાકાર્ય સિદ્ધ થઈ શકે ને દુનિયાનું ભલું થઈ શકે.
૨. “સમાચિત કર્તવ્ય સાધન” એ જ શ્રેષ્ઠ માર્ગ છે અને કાર્ય, કાર્યને સમજીને આદરવાથી તે બંધનરૂપ નીવડતું નથી.
૩. શુભની વૃદ્ધિદ્વારા જ અશુભનો નાશ થશે.
૪. દેષ જેવા બહુ સહેલ છે, પણ ગુણ જોવા એ જ મહાપુરુષનો ધર્મ છે.
પ. ભય કે કેને ભય? છાતી વજ જેવી કરીને કર્તવ્ય કરવા મંડી પડે.
૬. પરસ્પરની ટીકા કરવી એ તે સર્વનાશનું મૂળ છે.
૭. યથાર્થ સાધુતા, હૃદયની ઉદારતા, મહત્તા અને પવિત્રતા જ્યાં હોય ત્યાં મારું મસ્તક ચિરકાળ આદરપૂર્વક નમે.
૮. સ્વાર્થ સાધનારૂપ લેઢાની સાંકળ અને નિઃસ્વાર્થ સેવારૂપ સેનાની સાંકળ એવી બે સાંકળે પૈકી સોનાની સાંકળ અનેક રીતે ઉપકારક છે અને હેતુ સરી રહેતાં તે સાંકળ પિતાની મેળે જ દૂર થઈ જાય છે.
૯. મારા પિતાના જ કલ્યાણને વિચાર કરવાને હું ગમે તેટલો યત્ન કરું છું છતાં પણ બીજાઓના હિતને વિચાર