________________
[ ૨૪૮ ]
શ્રી કÉરવિજયજી અનુભવ વચનો. ૧. જે સુખના છેડે–અંતે–પરિણામે દુઃખ થવા પામે તે સુખ નહીં અને તેવું સુખ કામનું પણ નહીં.
૨. જેના છેડે-અંતે સુખ થવા પામે તેવું સાધન-કાર્ય જરૂર કરીએ. તેને દુઃખરૂપ ગણવું નહિં અને તેમાં પડતાં દુઃખને ગણકારવું પણ જોઈએ નહિ.
૩. પરપિગલિક વસ્તુમાં મુંઝાઈ, સહજ સ્વાભાવિક આત્મિક સુખ ઈ બેસાય એમ ન કરવું.
૪. “હું કોણ છું? મારું શું સ્વરૂપ છે?” એ વિચાર શાંતભાવે વિવેકપૂર્વક કરે.
પ. જેને આત્માનું શુદ્ધ સ્વરૂપ યથાર્થ સમજાયું હોયઅનુભવવામાં આવ્યું હોય એવા નિર્દોષ અનુભવીતું વચન માર્ગદર્શક માની સ્વીકારવું–માન્ય કરવું.
૬. સર્વ જીવ–આત્મામાં સમદષ્ટિ રાખવી–રાખતાં શિખવું. કેઈને કશી પ્રતિકૂળતા જાણીબુઝીને ઉપજાવવી નહિં.
૭. શક્તિરૂપે સહુ જીવ–આત્માઓ સરખા છે. એમાં છુપી રહેલી શક્તિ વ્યક્ત–પ્રગટ થાય તેમ કરવા પ્રયત્ન કરવો.
૮. “Health is wealth” આરોગ્ય-તંદુરસ્તી એ ખરી દલત બલકે દોલતથી અધિક છે. '
૯ “તું ઠરી અવરને ઠાર, એ છે શ્રી જિનશાસનમાં