________________
[ ૨૪૪ ]
શ્રી કરવિજયજી તેઓ દોષભાગથી અલિપ્ત રહે છે, કારણ કે તેઓ જે કાર્ય કરે છે તે જગતના શ્રેય અર્થે હોય છે.
૫. અનાસક્ત રહી કચ-કર્મ આચરવાથી સર્વોત્તમ સુખ - ને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૬. જેને કશાની પરવા નથી હોતી તેની પાસે બધું જ આવે છે. કહ્યું છે કે–ત્યાગે તેની આગે.”
૭–. આદર્શ અને તે પણ એક જ આદર્શ માટે જી. તે આદર્શને એવો તો મહાન, એ તો સંગીન થવા ઘો કે જેથી મનમાં બીજો કોઈ પણ ભાવ રહેવા ન પામે, બીજા કશાને માટે મનમાં અવકાશ જ ન રહે કે બીજું વિચારવાને વખત પણ ન રહે.
૮ “ આદર્શ માટેની તાલાવેલી” બસ આદર્શની સિદ્ધિને માટે એ જ એક સર્વથી પહેલું અને મેટામાં મોટું પગથિયું છે. તે પછી તે બધું સહેલું ને સરલ બની જાય છે.
૧૦. પરમાત્માને જ હમેશાં શોધ, કેમ કે પરમાત્મામાં જ અનંત સુખ રહેલું છે.
૧૧. જે અપરિમેય અને અનિર્વચનીય છે, જે હદયના ઊંડાણમાં જ માત્ર જોઈ શકાય છે, જે તુલનાતીત છે, સીમાતીત છે, અવિકારી છે અને આકાશ જે અનંત છે તે પરમાત્માને ઓળખે, તેને જ શોધોબીજા કશાને શોધે નહિ.
૧૨. સર્વવ્યાપક અને સર્વશક્તિમાન સચ્ચિદાનંદના જ્ઞાન દ્વારા શાશ્વત શાન્તિ અને પ્રેમની પ્રાપ્તિ એ જ ગીજનની એક માત્ર ભાવના હોય છે. -