________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૪૩ ] * ૨૧. અજ્ઞાનાવૃત જીવાત્માઓને જાગૃત અને મુક્ત કરવામાં ઉચ્ચ કોટિની નિષ્કામ નિઝા ખરેખર ઘણી જ મદદગાર થાય છે. 1. ૨૨. પ્રત્યેક વિજયવંત મનુષ્યની પાછળ કઈ ને કઈ ઠેકાણે સાચી નીતિ અને સુંદર સહૃદયતા રહેલી હોવી જોઈએ.
૨૩. નિ:સ્વાર્થતાના પ્રમાણમાં જ સફળતાનું પ્રમાણ રહેલું હોય છે.
૨૪. જે માણસ સ્વતંત્ર રીતે નિષ્કામપણે કર્મ કરે છે તે પરિણામની પરવા કરતો નથી. નોકર હોય તે જ પગારની ગરજ કરે છે–રાખે છે.
[ આ. પ્ર. પુ. ૨૬, પૃ. ૯૩.] આત્મોન્નતિપ્રેરક હિતવચન. ૧. મનુષ્ય જ્યારે અહંભાવ ભૂલી જઈને એકનિષ્ઠાથી કામ કરે છે ત્યારે જે કાર્ય થાય છે તે ઊલટું બહુ જ સારું થાય છે. બધાં જ કાર્યો એવી રીતે કરવો જોઈએ.
૨. ગવડે જેણે પરમાત્મા સાથે એક્તા સાધી છે તે મનુષ્ય પોતાનાં બધાં જ કાર્ચે એવી રીતે એક્તાનથી કરે છે, અને તેમાં કોઈ જાતને સ્વાર્થ રાખતા નથી.
3. આપણે એવાં કામ હાથ ધરવાં જોઈએ કે જેમાં સારાનું પ્રમાણ વધારેમાં વધારે હોય અને દોષને ભાગ ઓછામાં ઓછા હિય. નિર્ભય, સાહસિક અને નિઃસ્પૃહ થવું એ કેટલું સારું છે?
૪. જે લેકે પિતાને અહંભાવ ભૂલી જઈને કામ કરે છે