________________
[ ૨૪૨ ] .
શ્રી કપૂરવિજયજી શી રીતે પમાય છે ? પ્રથમ તે એક જ્ઞાતિ, પંથ કે મંડળના સંકુચિત અને નાના સરખા મર્યાદિત ક્ષેત્રમાં જ એ બંધુભાવની શરૂઆત થાય છે. પછી ક્રમે ક્રમે આગળ વધતાં તેને ધીરે ધીરે વિકાસ થઈને છેવટે “વસુધૈવ કુટુમ્' વિશ્વવ્યાપી બંધુત્વના ઉત્કૃષ્ટ ભાવને પમાય છે.
૧૫. ઉમ્મર વધવાની સાથે મનુષ્યનું પ્રેમ, ભક્તિ અને વિશ્વાસનું ક્ષેત્ર પણ વિસ્તૃત થવું જોઈએ, અને મરણ સમય નજદિક આવતાં તો ચરાચર સર્વ સૃષ્ટિમાં પ્રભુનો સાક્ષાત્કાર કરવાની સ્થિતિએ પહોંચવું જોઈએ.
૧૬. કાર્યની સિદ્ધિના વિલંબ, અવિલંબનો આધાર તે કાર્ય માટેની ખંત અને સ્વાર્થ ત્યાગની મર્યાદા પર રહેલો છે.
૧૭. આંતર તેમ બાહજીવનની ઉન્નતિ સાધો અને તેમાં વિષમતા આવવા ન દે. . ૧૮. ત્યાગ અને સેવા એ બે હિદના રાષ્ટ્રીય કચે છે. એ બે દિશામાં પૂર્ણ પ્રગતિ થતાં–એ બે ભાવની રેલમછેલ થતાં બાકીનું બધું આપોઆપ આવી મળશે.
૧૯. ધાર્મિકતાની ધ્વજા–અભ્યાત્મજ્ઞાનની પતાકા ભારતવર્ષમાં જેટલી ઊંચે ચઢે તેટલી ઓછી છે. એમાં જ ભારતને ઉદ્ધાર છે અને એ જ ઉદ્ધારની ચાવી છે. * ૨૦. મનુષ્ય જે કામ કરે છે તે ઉપરથી નહિં પણ તે જે રીતિથી પિતાનું કામ કરે છે તે રીત ઉપરથી જ તેને હલકે કે ઉત્તમ કહે જોઈએ. કામ કરવાની રીત અને તે કરવાની તેની શક્તિ એ બે જ મનુષ્યની ખરેખર કસોટી છે.