________________
લેખ સંગ્રહ
[ ૨૩૭ ]
વૈર-વિરાધ ઉપજાવનાર છે, એટલું જ નહીં પરંતુ તે ભવિષ્યમાં થનારી સારી ગતિને પણ અટકાવે છે.
માન-જ્ઞાન, આચાર અને વિનયને લેપનાર, તથા ધર્મ, અર્થ અને કામમાં અંતરાય પાડનાર એવા માન કષાયને ખરે વિદ્વાન થાડા વખત પણ સ્થાન આપતા નથી અર્થાત તેને ટકવા દેતા નથી.
માયા-માયાવી પુરુષે કદાચ કઇપણ અપરાધ કર્યાં ન હાય તે પણ તે માયાદાષથી કૃષિત સતા સર્પની પેઠે કેાઈને પણ વિશ્વાસપાત્ર થઈ શક્તા નથી.
લેાલ–સર્વ વિનાશના મૂળરૂપ અને સર્વ આપદાએ પામવાના મુખ્ય કારણરૂપ લાભને વશ થયેલ જીવને એક ક્ષણ પણ સુખ–શાન્તિ ક્યાંથી હોય ?
ઉક્ત કેધ, માન, માયા અને લાભ અતિ દુ ય છે. તેમને વશ પડેલ જીવને એટલાં બધાં કષ્ટ સહેવાં પડે છે કે તેનુ સંપૂર્ણ` વર્ણન પણ થઇ ન શકે. ટુંકાણમાં ક્રેાધથી પ્રીતિને વિનાશ થાય છે, માન–અહંકારથી વિનય ગુણને લેાપ થાય છે, માયા– કપટ–શઢતાથી વિશ્વાસ ભંગ થવાને લીધે મિત્રતા-ભાઇચારાને નાશ થાય છે અને લેાભથી સર્વ ગુણના વિનાશ થાય છે.
ક્ષમા-સમતા–ઉપશમભાવથી સહિષ્ણુતા કેળવી ક્રેાધને જય કરવા, મૃદુતા–નમ્રતાવડે માન–અહંકારના જય કરવા, ઋજુતા–સરળતાવડે માયા-કપટના જય કરવા અને સતાષવૃત્તિવડે લેભતૃષ્ણાના જય કરવા.