________________
[ ૧૩૪ ]
શ્રી કપૂરવિજયજી ભગતૃષ્ણા તજી સાવધાનપણે સંયમનું પાલન કરતા રહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
[ આ. પ્ર. પુ. ૨૪. પૃ. ૨૮૨]
આ તે જીવની કેવી જડતા? ૧. મેહની ગાઢ નિંદમાં પડેલો જીવ બેભાન બની ગયો છે.
૨. તેમાંથી ઢળી જગાડવા કોઈ કેઈ ઉપકારી જને પ્રયત્ન પણ કરે છે, છતાં અભાગી જીવ જાગતું નથી અને પ્રમાદમાં પડ્યો પડ્યો ઘેર્યા કરે છે.
૩. આ માનવભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ પ્રમુખ દુર્લભ સામગ્રી કેટલી મુશીબતે પામે છે તેનું પણ તેને કશું ભાન નથી.
૪-૫. આ માનવભવ દશ દષ્ટાંતે દુર્લભ કહ્યા છે, પરંતુ મદ, વિષય, કષાયાદિથી પ્રમાદવશ થઈ જીવ તેવા મનુષ્યભવને એળે ગુમાવી રહ્યો છે.
૬. મધુબિંદુની જેમ નજીવા ક્ષણિક વિષયસુખમાં આ પ્રાણું કેટલો બધો લેભાઈને કેટલો બધો દુઃખી થઈ રહ્યો છે?
૭. કેઈ ઉપકારી જ્ઞાની ગુરુ તેને તેની ભયંકર સ્થિતિનું ભાન કરાવવા અને બનતા પ્રયાસે તેને તેના મહાદ:ખરૂપ કૂપમાંથી ઉદ્ધરવા વિદ્યાધરની પેઠે હિતભરી પ્રેરણા કર્યા કરે છે, પરંતુ તે અભાગી જીવ પેલી વિષયતૃષ્ણા તજી તેમના શરણે જવામાં વિલંબ કર્યા કરે છે.