________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૨૩૩ ] વડે વિશુદ્ધ થયેલા અને રાગ-દ્વેષ તથા ભયરહિતને અમે બ્રાહ્મણ કહીએ છીએ. * ૪. તપવડે કૃશ કાયાવાળા, ઇંદ્રિયોને દમનારા, લેહી માંસ જેનાં સૂકાણું છે એવા (કુશ શરીરવાળા), અહિંસાદિક વ્રત પાળવામાં સાવધાન અને જેણે કોધાદિક કષાય ટાળ્યા છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૫. કેઈ પણ જીવ માત્રને કઈ પણ રીતે હણતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. . ૬. ક્રોધથી, લેભથી, હાસ્યથી કે ભયથી જે કદાપિ જૂઠું બેલતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૭. સજીવ, અજીવ કે મિશ્ર, થોડી કે ઘણી કઈ ચીજને જેઓ કદાપિ ગ્રહણ કરતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૮. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયભોગ મન, વચન ને કાયાથી જે કદાપિ કરતા નથી, કરાવતા નથી અને અનુમોદતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૯. જેમ પંકમાં ઉત્પન્ન થયેલ અને જળથી વૃદ્ધિ પામેલ કમળ પંકથી અને જળથી લેપાતું નથી તેમ જે કામગથી જરા પણ લેપાતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧૦. લેલુપતા રહિત કેવળ સંયમની રક્ષા માટે જ પિંડને પિષનાર, ગૃહ રહિત, પરિગ્રહ રહિત અને ગૃહસ્થોના પરિચય રહિત નિલેષપણે સંયમ સાધનારને અમે બ્રાહ્નણ કહીએ છીએ.
૧૧. જે માતપિતા, બાંધો તથા જ્ઞાતિસંબંધ છોડીને