________________
[ ર૩ર ]
શ્રી કપૂરવિજયજી ગેળાની જેવા જે કોઈ ભેગલાલસાથી વિરક્ત થયેલા છે તે સંસારમાં ચુંટતા નથી પરંતુ શીધ્ર મુક્ત થાય છે. ભેગલાલસાને ભવભ્રમણ કરાવનારી જાણ સુજ્ઞજનોએ તજવા છે.
[આ. પ્ર. પુ. ૨૫, પૃ. ૨૮૨. ] નિગ્રંથ શબ્દને ભાવાર્થ. ગ્રંથ એટલે અષ્ટવિધ કર્મ અને તે કર્મના હેતુરૂપ મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને મન, વચન, કાયાના ચોગ (વ્યાપાર) તે સઘળાં કર્મો અને તે કર્મના બંધહેતુ રૂપ મિથ્યાત્વ, કષાયાદિકને ટાળવા (જીતવા-નિગ્રહ કરવા) જે સરલ ભાવે ત્રિકરણ ચોગે સાવધાનપણે પ્રયત્ન કરે છે તે ખરા નિગ્રંથ કહેવાય છે.
[ આ. પ્ર. પુ. ૨૫, પૃ. ૨૮૨.]
અમે આવા ગુણવાળાને બ્રાહ્મણ કહીએ છીએ. - ૧. ઘી સિંચેલા અગ્નિની પેઠે પૂજિત અને કેવળજ્ઞાની જેને વખાણે છે એવા સગુણવંતને અમે બ્રાહ્મણ કહીએ છીએ (પૂર્વોક્ત સગુણવંત તે પાંચ મહાવ્રતધારી સાધુ–મુનિજને જ હોઈ શકે છે). - ૨. જે મનુષ્ય સ્વજન-કુટુંબવાળાં સ્થાને આવી હરખાતો નથી અને બીજા સ્થાનકે જતાં ખેદ ધરતો નથી તથા તીર્થંકર પ્રભુનાં પ્રકાશેલાં વચનમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૩. નિર્મળ કરેલા અને એપેલા સુવર્ણ જેવા યથાક્ત તપ