________________
[ ૨૩૦ ]
શ્રી કરવિજયજી જે મનુષ્યને જીવનને ઉદ્દેશ હોતા નથી તેઓ ભય, ચિન્તા, દુદ વિગેરેના ભેગા થાય છે. દરેક મનુષ્યએ પોતાના મનમાં આત્મકલ્યાણના આદર્શો અને જીવનના મનોરથ ઘડી રાખવા જોઈએ અને તેને સફળ કરવા સતત પ્રમાણિક ઉદ્યમ કરે જોઈએ. મનુષ્ય ચિત્ત–ઢચિત્તથી પિતાની વિચારશક્તિઓને પિતાના મનોરથના લક્ષ્ય પર લઈ જવી જોઈએ અને તેને શ્રેય સમજી તેની સફળતા અર્થે પિતાનું જીવન અર્પણ કરવામાં જરા પણ શંકાસ્પદ ન થવું જોઈએ. પિતાના વિચારોને અયોગ્ય વિકપિ, ઈચ્છાઓ તથા વિષયે તરફ જતાં રેકવાં જોઈએ.
જેમને પિતાના મનોરથ સફળ થવાની આશા બીલકુલ ન હોય તેમણે પોતાના વિચારને કર્તવ્યની પૂર્ણાહુતી કરવા તરફ લગાડવા જોઈએ.
સિાથી વિશેષ ભીરુ મનુષ્ય પણ શક્તિ, સતત ઉદ્યોગ અને અભ્યાસથી મનોરથ પ્રમાણે પ્રાપ્ત કરી શકે છે. સાધારણ મનુષ્ય પણ અભ્યાસવડે મનોરથને પેલા વિચારેવડે સામાન્ય મનુષ્ય મટી દૈવી મનુષ્ય બની જાય છે. એટલા જ માટે મહાપુરુષ કહે છે કે–ખરાબ વિચારવાળો મનુષ્ય સવિચાર કરવાના સતત અભ્યાસથી સદ્વર્તનશાળી બની શકે છે.
મનુષ્ય પોતાના મનોરથના દયેયને ધ્યાનમાં રાખી, પિતાના ઇષ્ટ સ્થાન પર પહોંચવાને સરળ માર્ગ શોધી કાઢી, લક્ષ્યના સુંદર માર્ગમાં વિચરતી વખતે આમતેમ જોયા વિના વિહાર કર જોઈએ.
સુંદર મનોરથમાં વિહરનારે સંદેહ, શંકા, ભય અને