________________
લેખ સંગ્રહ : ૪ :
| [ રર૯ ]
ત્રણ પ્રકારના સાધુ, હંસ, કાગ અને બગની જેવા તેમનાં આચરણ ઉપરથી ત્રણ પ્રકારના સાધુ કહ્યા છે.
૧. બાહા અને અત્યંતર શુદ્ધ આચરણવાળા સાધુ હંસ - જેવા જાણવા.
૨. બન્ને પ્રકારે મલિન આચરણવાળા સાધુ કાગ–કાગડા જેવા જાણવા.
૩. બહારથી ઊજળા પણ અંતરથી મેલા આચરણવાળા સાધુ બગ-બગલા જેવા જાણવા.
ભાગ્યને સદાચરણ સેવવાની–સારાં કામ કરવાની તક હાથ લાગી હોય તો તેને સાર્થક કરવી; પણ તેને નકામી ગુમાવી દેવી નહીં.
આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૭૩.] મનોરથની ઉપગિતા અને બળ. મનુષ્ય અનેક મનોરથો ભલે કર્યા કરે, પરંતુ જ્યાં સુધી વિચારોને મનોરથ સાથે ભેળવી દેવામાં ન આવે ત્યાં સુધી તે જય પ્રાપ્ત કરી શકશે નહિ. જે મનુષ્ય મનોરથ વિના વિચારને જીવનમાં મૂકે છે તે નાવિક વિનાના વહાણની પેઠે ગોથાં ખાય છે અને લય પામી જાય છે, તેથી જે મનુષ્ય પિતાના જીવનમાં કોઈ કાર્ય—સેવા આત્મકલ્યાણ કરવા ઈચ્છતા તું હોય અને તેમ કરી જિંદગી સફળ કરવા માગતો હોય તેણે
પિતાના વિચારો અનેરોની સાથે જોડી દેવા જોઈએ.