________________
લેખ સંગ્રહ : ૪ :
[ ર૨૩ ] સમાન ગણવા. પિતાની માફક્ક સર્વ જી સુખના વાંછક છે. માટે તેમનું રક્ષણ કરવું. શક્તિ અનુસાર તેમને જોઈતી મદદ કરવી. વાણી ઉપર કાબૂ મેળવો. તે માટે પ્રિય, પથ્ય, સત્ય, સ્વલ્પ, સમાચિત બોલવાની ટેવ પાડવી. બાહાધન એ. મનુષ્યોના પ્રાણ જેવું છે, જેના જવાથી જીવે દેહને પણ ત્યાગ કરે છે, તેવાં કારણેમાં નિમિત્તભૂત ન થવાય તે માટે કેઈનું કાંઈ પણ તેની ઈચ્છા સિવાય ન લેવું. નવ વાડપૂર્વક શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગ કરે. સંયમને ઉપકારી જીવન જીવવું. નિદોષ આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિકની મદદ લઈ, ધર્મમાં મદદગાર શરીરનું રક્ષણ કરવું. સ્થાનાદિ પ્રતિબંધ થવા ન પામે તે માટે નવકલ્પી વિહાર પ્રતિબંધ રહિત વિચરવું. નિદ્રા, તંદ્રા, આલસ્ય, વિષાદ (ખેદ) અને પ્રમાદને અવકાશ ન આપ. અનુકૂળ ઈન્દ્રિયવિષયમાં આસક્ત ન થવું અને પ્રતિકૂળમાં ઉદ્વિગ્ન ન થવું. સદા સંતોષી બનવું. દરેક ક્ષણે વિશુદ્ધ પરિણામવડે કર્મમેલ ધોયા કરો. વિવિધ તપશ્ચર્યા કરવી. પાંચ પ્રકારે સ્વાધ્યાય કરો. પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા પવિત્ર માર્ગમાં અંતઃકરણને જોડવું. ક્ષુધા તૃષાદિક પરિષહ સહન કરવા. ધૃતિ, બુદ્ધિ અને સ્મૃતિ વધે એવો અભ્યાસ સેવો. મનને આત્મા તરફ વાળવું અને પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા વધારવી. આ પ્રમાણે વર્તન કરવાથી આત્મિક રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે. અધિકારી જીવે તેમ કરવું ઉચિત છે.
અભ્યાસ અને વૈરાગ્ય-વૈરાગ્યની મદદથી વિશ્વના તમામ પદાર્થોમાંથી વિરક્ત થવાય છે. જે વૈરાગ્ય ન હોય તો જીવ પિતાનો માર્ગ મૂકીને કોઈ ને કોઈ વિષયમાં આસક્ત થઈ