________________
[ રર૪ ]
શ્રી કર્ખરવિજયજી જઈ આગળ વધતો અટકી પડે છે; માટે આત્મરાજ્ય મેળ વવામાં વૈરાગ્યની બહું જરૂર છે. સામાન્ય વૈભવથી માંડી દેવલોક સુધી વૈભવ કાગડાની વિષ્ટા જેવો લાગ જોઈએ. આત્મમાર્ગના પ્રયાણમાં મદદગાર થાય એવાં સાધનો સેવવાને સતત-દઢસ્થાયી અભ્યાસ પ્રેમપૂર્વક વધારવો જોઈએ. મનની ચંચળવૃત્તિઓ રોકાય અને શુદ્ધ બને તે અભ્યાસ બહુ ઉપયોગી છે. અભ્યાસ અને વૈરાગ્ય આ બંને આત્મરાજ્યમાં પ્રવેશવા માટે સહાયકરૂપે ગ્રહણ કરવા.
[ આ. પ્ર. પુ. ર૯, પૃ. ૩૦૮. ]
ચારિત્ર-બંધારણમાં કેટલાક ખાસ અગત્યના ગુણો. - ધર્ય—એ ગુણથી ચારિત્રમાં આગળ વધાય છે, ચારિત્ર દઢ થતું જાય છે. પ્રત્યેક નિષ્ફળતાનું મૂળ ઘેર્યની ખામી છે. ગમે એવા વિકટ પ્રસંગે પણ હિમ્મત નહિ હારી જતાં, તેમાંથી ગુણ. ગ્રહણ કરતા રહી, તેને પાર પામનાર ધર્યવંત મનુષ્ય ચારિત્રને સફળ કરી શકે છે. નિરાશા કે શોકના પ્રસંગથી ઘેરાતા લગારે ગભરાયા વગર તેનાં કારણ તપાસવાં અને ધૈર્યને ખીલવવાના સાધન તરીકે તેને ઉપગ કરે.
પ્રમાણિકતા, સત્યતા ને સરલતાએ ચારિત્ર– મંદિરની દીવાલની ગરજ સારે છે. તેના ઉપર ચારિત્રને સઘળો આધાર રહે છે. સત્યને સાચે ભક્ત હશે તે બીજાને ભૂલવણમાં નાખવા કદી પ્રયત્ન કરશે નહિં. અન્યને છેતરવા જતાં આપણે જાતે તો જરૂર છેતરાઈએ જ છીએ. બીજા તો