________________
[૧૧૮]
શ્રી કરવિજયજી ૪૯ ઈર્યા, ભાષાદિક પાંચ સમિતિઓ ચારિત્રધર્મમાં સ્થિર થવા કહી છે અને મનગુપ્ત વગેરે ત્રણ ગુણિઓ અશુભ વિષયેથી સર્વથા નિવવા–બચવા માટે મહાપુરુષોએ કહી છે.
૫૦. ઉપરોક્ત આઠે પ્રવચનમાતાનું જે સારી રીતે સેવન કરે છે–પરિપાલન કરે છે તે વિદ્વાન મુમુક્ષુ મુનિ શીધ્ર સર્વ સંસારબંધનથી સર્વથા મુક્ત થઈમેક્ષપદને પ્રાપ્ત કરી શકે છે.
૫૧. સંપત્તિ સમયે કુલાઈ જઈ આત્મસંયમ ખે નહીં તેમ જ દુઃખ આવે ત્યારે ગમગીન બની પુરુષાર્થ છોડે નહીં.
પર. મનની ઈચ્છા વિરુદ્ધ ઇંદ્રિયોથી ઘસડાઈ જવું તે પોતાની માણસાઈ (મનુષ્યત્વ) ખોઈ બેસવા બરાબર છે.
૫૩. જે આપણે આપણી પાશવવૃત્તિઓને આપણે સ્વાધીન કરી ન શકીએ તો પશુઓમાં અને આપણામાં રતિભાર ભેદ (તફાવત) નથી, આપણે મનુષ્યરૂપમાં પશુ સમાન જ ગણાવાને લાયક છીએ; માટે પિતાનું મનુષ્યત્વ સિદ્ધ કરવાને ઇન્દ્રિયને અને શરીરને પ્રથમ વશ કરવાં જોઈએ.
૫૪. દયાનમાર્ગનું પ્રથમ પગથિયું ઇંદ્રિયનિગ્રહ અને બીજું મનેનિગ્રહ છે, તે અતિ વિકટ–દુષ્કર છે, તેમ છતાં તે ખાસ કર્તવ્યરૂપ છે. પૂવે કઈક મહાનુભાવેએ તેમ કરેલ છે અને વર્તમાનમાં પણ કઈ વિરલા કરી શકે છે.
૫૫. મન અતિ ચંચળ છે તેમ છતાં વૈરાગ્ય અને અભ્યાસવડે તે વશ થઈ શકે છે. અભ્યાસથી શું દુષ્કર છે?, *